ઘણીવાર આપણને ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડતી હોય છે ત્યારે બધા જ રસ્તાઓ બંધ થઈ જતા હોય છે. અને રૂપિયાની પણ વ્યવસ્થા થઈ શકતી નથી. આવી પરિસ્થિતિમાં તમારા માટે બેંકો માંથી પર્સનલ લોન જ એકમાત્ર વિકલ્પ રહી જતો હોય છે, પરંતુ બેંકમાંથી પણ લોન લેવી એટલી સરળ હોતી નથી. આવી પરી સ્થિતિ માં અમે તમને એક એવી ખુબજ સરળ રીત બતાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે પણ સરળતાથી પર્સનલ લોન મેળવી શકો છો.
જો તમે પણ એલઆઈસીની ઈન્શ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરતા હોવ તો, તમને ખુબજ સરળતાથી પર્સનલ લોન મળી જશે. તેનો જો કોઈ સૌથી મોટો ફાયદો તે છે, કે તમારે પોતાને લોન લેવા માટે બેંકોના ધક્કા નહિ ખાવા પડે. અને તમે આ લોન મેળવવા માટે ઘરે બેઠા જ અરજી કરી સકશો. આ પ્રકારે લીધેલી લોન નો વ્યાજ પણ ઓછું હોય છે. ચાલો જાણીએ કે આ પર્સનલ લોન કેવી રીતે આપણને મળી શકે છે?
કોને કોને મળશે આ લોનનો લાભ? –
એલઆઈસીની ઈન્શ્યોરન્સ પોલિસી ઉપર જો તમારે પર્સનલ લોન લેવી હોય તો તમે ભારતીય નાગરિક હોવા જોઈએ. અને તમારી ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી ન હોવી જોઈએ. તમે તમારી જે એલઆઈસીની પોલિસી પર લોન મેળવવા માંગો છો, તે પોલિસીમાં ઓછામાં ઓછું ત્રણ મહિના સુધી પ્રીમિયમ તમે ભરેલું હોવુ જરૂરી છે. તમને જણાવી દયે કે આ લોન માત્ર તે પોલિસી ધારકોને મળે છે. જેમાં રકમની ચૂકવણી તમારી પુખ્તાવસ્તાએ કે મોત પછી મળવાની હોય છે. આ લોન જો તમારે મેળવવી હોય તો તમે ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરી શકો છો.
જો તમારે પણ 5 લાખ સુધીની લોન 2 મિનિટ માં મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને મેળવો સંપૂર્ણ માહિતી.
આ દસ્તાવેજની જરૂર પડશે –
આ લોન લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, તમારું ઓળખ પત્ર અને બે પાસપોર્ટ સાઈઝના ફોટાની જરૂર પડશે. અને તમારા એડ્રેસના પ્રૂફ તરીકે, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સમાંથી આ પેકી કોઈ પણ એક દસ્તાવેજ ની જરૂર પડશે. આ સિવાય બેંકની વિગતો અને પેમેન્ટ તેમજ સ્લીપ આવક પ્રૂફ પણ જોશે.
અરજી કરવાની રીત –
જો તમારે એલઆઈસી પોલિસી પર લોન મેળવવા માંગો છો તો તમારે સૌથી પહેલા એલઆઈસીની ઓફિશ્યિલ વેબસાઈટ પર જવું પડશે.
હવે તમને તેના પર ઓનલાઈન લોન વિકલ્પ મળશે, તેના પર ક્લિક કાર્ય બાદ ‘ગ્રાહક પોર્ટલના માધ્યમથી’ પર ક્લિક કરવાનું રહશે. આ કર્યા બાદ તમારે તમારી યૂઝર આઈડી, જન્મ તારીખ અને સાથે તમારો પાસવર્ડ નાખીને લોગ ઈન કરવાનું રહશે. પછી તમારે તે પોલિસીને સિલેક્ટ કરવાની રહશે, જેના પર તમે લોન લેવા મેળવવા માંગો છો, ત્યારબાદ આની સાથે જ તમારી એપ્લીકેશનની પ્રક્રિયા છે એ પૂરી થઈ જસે. હવે આ લોનનું અપ્રૂવલ મળવામાં તમને 24 કલાક અથવા 2-3 દિવસ સુધીનો સમય લાગશે છે. ત્યારબાદ લોનની જેટલી પણ રકમ હશે તે તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
આજ ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી