IMD Forecast:- 2023 ના ચોમાસાને લઈને સૌ પ્રથમ આગાહી આવી ગઈ છે. હવામાન ની આગાહી કરનાર ખાનગી સંસ્થા સ્કાઈમેટે દ્વારા મોન્સૂન 2023નું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. સ્કાઈમેટ અનુસાર 2023 નું ચોમાસામાં સામાન્યથી લઈને ઓછા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
LPA (LPA: Long Period Average) અનુસાર 94 ટકા જેટલા વરસાદ પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો તેઓએ જણાવ્યું કે આ વર્ષે દુષ્કાળ પડવાની સંભાવના એ માત્ર 20 ટકા જેટલીજ છે. અહીં તેઓએ જણાવ્યું કે લા નીલા અસર એ અમુક અંશે ખતમ થઈ ચુકી છે અને આગામી દિવસોમાં અલ નીનોને લીધે ચોમાસું નબળું રહી શકે તેવી સંભવના રહેલી છે.
સ્કાઈમેટના મત પ્રમાણે ભારત માટે આ કોઈ સારા સમાચાર નથી. ખાસ કરીને જોઈએ તો ખેતી વાડીની દ્રષ્ટિએ તો નહીં. જ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2023ના ચોમાસામાં ખુબજ ઓછો વરસાદ પડી શકે છે. ચોમાસાની સીઝન એ જૂન મહિના થી લઈને સપ્ટેમ્બર મહિના સુધી હોય છે.
2022 માં ખુબજ સારો એવો વરસાદ પડ્યો હતો. તેમ છતાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, સહીત પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની વિસ્તાર અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં દુષ્કાળ પડ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે અલ નીનો (El-Nino)ની અસર હોઈ શકે છે. જેને લીધે ચોમાસા દરમિયાન સામાન્યથી લઈને ઓછો વરસાદ પડી શકે છે..
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.