You are currently viewing Gujarat rain: છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો, જુઓ સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો અહીં ક્લિક કરીને

Gujarat rain: છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો, જુઓ સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો અહીં ક્લિક કરીને

Gujarat Monsoon: રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં (26મી તારીખ સવારે 6 વાગ્યા સુધી) રાજ્યનાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. જોકે, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ચાર દિવસ પણ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ સાથે વલસાડમાં હજી ચાર દિવસ સારો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે જગતના તાતમાં ખુશીનો માહોલ છવાયો છે.




મળતા આંકડા પ્રણાણે, છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 5.64 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ભાવનગરના ધોધામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભરૂચ, સાયલા, ધોરાજીમાં બે ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.




આ સાથે મળતી માહિતી પ્રમાણે, વલસાડના કપરાડા, મોડાસા, બાબરા, રાજકોટ, જૂનાગઢ, સિંહોર, ગોંડલ, બોટાદ, અંકલેશ્વર, કોડીનાર, સૂત્રાપાડા, ગીર, વાપી, વાગરા, માંગપોલ, વેરાવળ, ભાવનગર, બરવાળા, ભેસાણમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર 25મીને રવિવારથી પાંચ દિવસ સુધી વલસાડના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે સુરત અને નવસારીમાં આગામી 27મી અને 28મી જૂનના રોજ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સુરત-નવસારીમાં આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે. તાપી અને ડાંગ જિલ્લામાં 28મી આસપાસ વરસાદ પડી શકે છે.




હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે 26મી તારીખે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક સ્થળોએ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છના કેટલાક સ્થળોએ પણ વરસાદ થઇ શકે છે.

આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply