You are currently viewing આજે ભયકંર મેઘતાંડવ સાથે ખેદાનમેદાન કરી નાખશે આ જિલ્લોને જુઓ અહીં ક્લિક કરીને

આજે ભયકંર મેઘતાંડવ સાથે ખેદાનમેદાન કરી નાખશે આ જિલ્લોને જુઓ અહીં ક્લિક કરીને

Ambalal Patel Monsoon Prediction : છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે મોડી રાતથી ધોધમાર વરસાદનો કહેર જોવા મળ્યો છે. વલસાડ, નવસારી, સુરતમાં મેઘરાજા મૂશળધાર વરસ્યા..વલસાડ-ધરમપુર સ્ટેટ હાઈવે બંધ થયો છે. તો આ બાજુ સૌરાષ્ટ્રમાં પૂરમાં તણાઈ જતા નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. ચાર લોકોની હજી પણ શોધખોળ ચાલી રહી છે.




વરસાદી પાણીના પ્રવાહથી પસાર થવાનું જોખમ ભારે પડી શકે છે. જોકે, વરસાદની વાત અહી પૂરી નથી થતી. હજુ 2 દિવસ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોળશે. હવે 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આજે દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ છે. તો જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આજે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં પણ રેડ એલર્ટ છે. તો નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારેની આગાહી છે. આંકડા મુજબ, અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો છે.




હવામાન વિભાગે આજની આગાહી જણાવતા કહ્યું કે, આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. આજે દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, ડાંગ માં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે. ખાસ કરીને આજે દ્વારકા જિલ્લો આજે રેડ એલર્ટ છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં આજે ભારે વરસાદ રહેશે. તો આવતીકાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ અલર્ટ છે. આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે આવતીકાલે ભારે વરસાદ રહેશે. અત્યાર સુધી ગુજરાતમાં સીઝનનો 65% વરસાદ રહ્યો છે. મોન્સૂન ટ્રફને કારણે હાલ રાજ્યમાં વરસાદ રહેશે.




સૌરાષ્ટ્રમાં સતત મેઘતાંડવથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જે દરમિયાન વરસાદી પાણીનો પ્રવાહ વધતા તણાયેલા 8 લોકો મોતને ભેટ્યા છે..જ્યારે પૂરમાં તણાયેલા ચાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે ..આ વખતે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ છે. જ્યાં પડે છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને પૂરની સ્થિતિનું સર્જન થાય છે. જેથી જાનહાનિનો આંકડો ઉંચો જઈ રહ્યો છે. આવી દુર્ઘટનાઓથી બચવા માટે સાવધાન રહેવું જરૂરી છે. જ્યાં પાણીનું વહેણ વધારે હોય ત્યાં ખોટું જોખમ લઈને ન જવુ જોઈએ

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply