You are currently viewing MS ધોનીનો લાઈવ મેચમાં પિત્તો ગયો અને બધાની સામે આ ખેલાડીને ઘઘલાવી નાખ્યો

MS ધોનીનો લાઈવ મેચમાં પિત્તો ગયો અને બધાની સામે આ ખેલાડીને ઘઘલાવી નાખ્યો

MS Dhoni Angry:- IPL માં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (RR vs CSK) વચ્ચેની સ્પોર્ટ્સ મેચમાં એમએસ ધોનીની ટીમને હારનો સામનો પણ કરવો પડ્યો હતો. CSKના બોલરો ઘણા મોંઘા પણ સાબિત થયા, CSKને આ સિઝનની ત્રીજી હારનો પણ સામનો કરવો પડ્યો. IPLદરમિયાન ફેન્સને એમએસ ધોનીનો ગુસ્સો જોવા મળ્યો હતો. બેસ્ટ ક્રિકેટર એમએસ ધોની કૂલ અને શાંત સ્વભાવ માટે પણ જાણીતો છે, જો આ મેચ દરમિયાન સાથી ખેલાડીએ કંઈક એવું કર્યું કે તેના લીધે ધોનીનો ગુસ્સો ખુબજ ઉઠી ગયો.




ધોની પોતાનો ગુસ્સો IPLમાં ગુમાવી બેઠો

રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સ દરમિયાન એમએસ ધોની ચાલુ ગેમ પર ગુસ્સામાં દેખાયો. ધોનીનો ગુસ્સો બીજા કોઈ પર નહીં શ્રીલંકાના એક યુવા ફાસ્ટ બોલર મથિશા પથિરાનાપર નીકળ્યો હતો. હકીકતમાં, 15 મી ઓવરમાં, શિમરોન હેટમાયર સિંગલ ઓફ ધ ફાસ્ટ બોલર મથિશા પથિરાના માટે ખુબ દોડ્યો,પરંતુ એમ એસ ધોનીએ બોલ ઉપાડ્યો અને તે નોન-સ્ટ્રાઈકર એન્ડના સ્ટમ્પ પર અથડાયો હતો . મથિશા પથિરાના તેના થ્રોની વચ્ચે આવ્યો અને બેટ્સમેન આઉટ થતા બચી ગયો. પથિરાના મધ્યમાં આવ્યા બાદ ધોની ખુબજ ગુસ્સે થઈ ગયો હતો. તેણે પોતાના બંને હાથ ઉંચા કરી દીધા હતા અને પોતાનો ગુસ્સો કાઢ્યો. ધોનીની પ્રતિક્રિયા છે એ હવે ખુબજ ઝડપથી વાયરલ થઈ રહી છે.




રાજસ્થાનની ટીમનો આખરીમાં વિજય થયો હતો

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં તેને 5 વિકેટે અને 202 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે આ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ખુબજ શાનદાર પ્રદર્શન પણ કર્યું અને તેને 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી . ત્યાર બાદ ચેન્નાઈની ટીમ 6 વિકેટે અને ફક્ત 170 રન જ બનાવી શકી હતી. આ સાથે જ રાજસ્થાન રોયલ્સે 8 મેચમાં કુલ 5મી જીત નોંધાવી છે. અને સંજુ સંસામની કપ્તાનીવાળી ટીમના 10 પોઈન્ટ છે તે પોઈન્ટ ટેબલમાં ફરી ટોચ પર પહોંચી છે. આ સાથે જ ચેન્નાઈ ની ટિમ ત્રીજા નંબરે સરકી ગઈ છે.




CSKના બોલરો ફ્લોપ જ રહ્યા હતા

IPLમાં રાજસ્થાન રોયલ્સ સામેની આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના જે બોલરો હતા તે ખૂબ જ ફ્લોપ રહ્યા હતા. આ IPL મેચમાં તુષાર દેશપાંડે ટીમનો સૌથી સફળ બોલર સાબિત થયો હતો.તેણે 4 ઓવરમાં કુલ 42 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી. તેમજ મહિષ તિક્ષાને 24 રનમાં એક વિકેટ અને તેને રવિન્દ્ર જાડેજાએ કુલ 32 રનમાં એક વિકેટ ઝડપી પડી હતી. તેમજ મોઈન અલીએ કુલ 2 ઓવરમાં 17 રન અને મથિશા પથિરાનાએ 4 ઓવરમાં કુલ 48 રન જ આપ્યા હતા અને તેને એક પણ વિકેટ તેમાં મળી ન હતી.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply