IPL 2023:- ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (2023)ની 16મી સિઝનમાં ઘણા ભારતીય ક્રિકેટરો ઈન્ડિયન પ્રીમિયર લીગ રમી રહ્યા છે. તેમાના કેટલાક એવા ખેલાડી છે જે ટીમ ઈન્ડિયાના સભ્ય છે અને કેટલાક સભ્ય તેમની કારકિર્દીના અંતમાં છે. આ બધામાં એક એવો પણ ખેલાડી છે જે ક્રિકેટ રમી રહ્યો છે પરંતુ તેનું પોતાનું બેટ છે એ સંપૂર્ણપણે શાંત છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સભ્યએ IPLની આ સિઝન પછી તરત જ તેના પદ પરથી નિવૃત્તિની જાહેરાત કરવી જોઈએ. એવું અમે પોતે નહીં પણ કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયા પર એવું લખી રહ્યા છે.
દિલ્હી સામે પણ તેનું બેટ ન ચાલ્યું
અમે જે વ્યક્તિ વિશે વાત કરીયે છીએ એ બીજું કોઈ નથી એ ખિલાડી દિનેશ કાર્તિક છે જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમે છે. આ સિઝનમાં દિનેશ કાર્તિકનું બેટ હજી પણ શાંત છે.દિનેશ કાર્તિક ખુદ પોતેજ શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો. અને ઇનિંગની 15મી ઓવરના બીજા બોલ પર જ કુલદીપ યાદવે લલિત યાદવના હાથે કેચ આઉટ પણ કરાવ્યો હતો. તે દિવસના મેચમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારીને ઉજવણી કરી હતી.
સિઝનમાં અત્યાર સુધી ફ્લોપ
દિનેશ કાર્તિક કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રમાયેલી મેચમાં પણ ખુબજ ફ્લોપ રહ્યો હતો. ત્યારપછીં RCBને 81 રનથી શર્મિંદા થઇ હારનો સામનો કરવો પડ્યો હતો. આ રમાયેલી મેચમાં કાર્તિકે 9 રન જ બનાવ્યા હતા. અને લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં એક પણ રણ કર્યો ન હતો, દિનેશ એમનમ પરત ફર્યો હતો. ત્યારબાદ દિનેશ કાર્તિકાએ બેંગલુરુમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી સિઝનની તેની પ્રથમ મેચમાં દિનેશ કાર્તિક એક પણ રન ખોલી શક્યો નહોતો.
નિવૃત્તિ માટેની કરી માંગ
ક્રિકેટ ચાહકો દિનેશ કાર્તિકની નિવૃત્તિની અંગેની માંગ ઉઠાવી રહ્યા છે.લોકો એમ કઈ રહ્યા છે કે 37 વર્ષીય દિનેશ કાર્તિકને IPLમાંથી બહાર કાઢવા માંગે છે. વર્તમાન સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દિનેશ કાર્તિકની ખુબજ નબળી બેટિંગ અને ખુબજ નબળી વિકેટકીપિંગ પણ જોવા મળી હતી. તેણે તેની પોતાની ખરાબ વિકેટકીપિંગ ના કારણે 4 રન વધારાના પણ આપ્યા.
T20 વર્લ્ડ કપનો ભાગ
દિનેશ કાર્તિકે વર્ષ 2004માં પણ ODI દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતમાં ડેબ્યુ કર્યું હતું. તેમજ તે વર્ષે, તેણે ટેસ્ટ ડેબ્યૂ પણ કરી અને ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમમાં તેને ઓસ્ટ્રેલિયા સામે ફોર્મેટની તેની પહેલી મેચ પણ રમી. દિનેશ કાર્તિકએ 2006માં પણ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેને ડેબ્યૂ કર્યું હતું. અને મહેન્દ્રસિંહ ધોનીના આગમન બાદ દિનેશ કાર્તિકને તક ઓછી મળી પરંતુ તેની પસંદગી કરનારા ઓએ 2022 સુધી તેના પર ખુબજ વિશ્વાસ રાખ્યો. તે ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપનો એક મહત્વનો ભાગ હતો. દિનેશ કાર્તિકાએ વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળી હતી.આ જવાબદારી બાદ તે ટીમની બહાર જ ચાલી રહ્યો છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.