You are currently viewing IPL 2023: આઇપીએલ ના બદલાઈ ગયા આ 5 નિયમો જાણીને તમને પણ નવાઈ લાગશે

IPL 2023: આઇપીએલ ના બદલાઈ ગયા આ 5 નિયમો જાણીને તમને પણ નવાઈ લાગશે

IPL  2023:-  આ વખતે અલગ જ રીતે રમાશે, આ 5 મોટા નિયમો માં ફેરફાર કરવામાં આવશે. તમે ક્યારેય સપનામાં પણ નહિ વિચાર્યું હોય તેવા નવા નવા નિયમો આ વખતના આઇપીએલ માં કરવામાં આવશે..




અહીં તમને જણાવી દઈએ કે IPL 2023 એ 31 માર્ચથી શરૂ થવાનું છે, અહીં 10 જેટલી ટીમો એ IPL ટ્રોફી માટે પોતાનો પૂરેપૂરો જોર લગાવતી જોવા મળશે. IPL 2023 ની ટૂર્નામેન્ટમાં આ વખતે પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે યોજવામાં આવશે.

આ વખતે IPL ની સાથે સાથે 5 જેટલા નવા નિયમો પણ જોડાયેલા છે. આ 5 નવા નિયમોના ઉમેરા સાથે, આ વર્ષનો IPL પહેલા કરતા પણ વધુ સારો અને રોમાંચક બની જશે. આ 5 નવા નિયમોએ IPL માં એક નવુંજ પરિમાણ ઉમેરવાનું કાર્ય કરશે, જે આ લીગનું ચિત્ર અને ગતિશીલતાને સંપૂર્ણ રીતે બદલીજ નાખશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની 16મી સિઝન શરૂ થવામાં લગભગ હવે ગણ્યા ગાંઠિયા દિવસોજ બાકી છે. ચાલો તો તે 5 નવા નિયમો પર એક નજર કરી લઈએ જે 2023 ના IPLને પહેલા કરતા પણ વધુ રોમાંચક અને બહેતર બનાવી દેશે.




1. ટોસ બાદ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકાશે.

IPL 2023 માં ટોસ પછી દરેકે દરેક 10 ટીમોના કેપ્ટન એ તેઓની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. અહીં તેઓ કેપ્ટન ટોસ માટે બે અલગ ટીમ શીટ સાથે જઈ શકે છે. અહીં અમે તમને જણાવી દઈએ કે અગાઉના આઈપીએલમાં ટોસ પહેલા જેતે ટીમના કેપ્ટને મેચ રેફરીને પ્લેઈંગ ઈલેવનની શીટ આપવાની રહતી હતી, પરંતુ હવે નવા નિયમો પ્રમાણે ટોસ પછી કેપ્ટન પરિસ્થિતિને ધ્યાને રાખીને પોતે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી શકે છે. પ્લેઇંગ ઇલેવન શીટ માટે 5 જેટલા અવેજી ખેલાડીઓના નામ આપવાનું ફરજિયાત છે. આ ફેરફાર એ મુખ્યત્વે ફ્રેન્ચાઇઝીઓને તેમની શ્રેષ્ઠ XI પસંદ કરવામાં માટે ખુબજ મદદ કરી શકે છે. ભલેને તે ટિમ પહેલા બેટિંગ કે પછી પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે. હવે થી આવનારી તમામ સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમોં લાગુ થશે.

2. ડીઆરએસ વાઈડ અને નો-બોલ માટેના નિયમો પણ 

IPL 2023 ને વાઈડ અને નો-બોલ માટે પણ DRS મળી શકે છે. આથી પહેલા કરતા વધુ આકર્ષક બની રહશે, અગાઉ, એવું થતું હતું કે ખેલાડીઓ જ્યારે પણ આઉટ અથવા નોટઆઉટ હોય ત્યારે જ આ ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવેથી વાઈડ અને નો-બોલ માટે પણ આ ડીઆરએસનો ઉપયોગ કરી શકાશે. અહીં અમે તમને જણાવી દઈએ કે પહેલા જયારે IPL મેચો રમવામાં આવતી હતી તે દરમિયાન અમ્પાયરોએ વાઈડ અને નો-બોલના નિર્ણયો કરવામાં ઘણી ભૂલો કરતા હતા, જેના લીધે ટીમોને મેચ હાર્યા પછી પણ તેની કિંમતો ચૂકવવાનો વારો આવતો હતો. જોકે, આ વખતના IPL માં ખેલાડીઓને વાઈડ અને નો-બોલ માટે પણ ડીઆરએસ મળી શકે છે જેથી તેઓને ખુબજ મોટી મદદ મળશે.




3. ઇમ્પેક્ટ પ્લેયર

IPL 2023 માં પ્રભાવિત ખેલાડી નિયમ એ આ આઈપીએલને વધુ પડતો રોમાંચક બનાવી દેશે. ટોસ કરવા ના સમય દરમિયાન જ, કેપ્ટને ટીમ શીટમાં તેઓની પ્લેઇંગ ઇલેવન સાથે જ 5 જેટલા અવેજી ખેલાડીઓના નામ પણ આપવા પડશે. ઇનિંગ્સની જયારે પણ 14મી ઓવર પૂરી થાય તે પહેલા, 5 જેટલા અવેજી ખેલાડીઓમાંથી કોઈપણ એકને તેઓ ઈમ્પેક્ટ ખેલાડી તરીકે મેદાનમાં લાવી શકે છે. ઈમ્પેક્ટ પ્લેયર એ અવેજી તરીકે મેચમાં કોઈ પણ અન્ય ક્રિકેટરની જગ્યાએ બેટિંગ અથવા બોલિંગ કરી શકે છે.

ઈમ્પેક્ટ પ્લેયરને માત્રને માત્ર ઓવરના અંતેજ, વિકેટ પડવા સમયે અથવાતો કોઈ ખેલાડીને ઈજા થઇ હોય તે દરમિયાન જ મેદાનમાં ઉતારી શકાય છે.

4. વિકેટકીપર અથવા ફિલ્ડરની કોઈ પણ ભૂલની સજા એ આખી ટીમને

IPL 2023 માં જો કોઈ પણ ટીમનો વિકેટકીપર અથવા તો ફિલ્ડર એ બેટ્સમેન બોલ રમે છે તે પહેલા તેની સ્થિતિ બદલશે, તો અમ્પાયર દ્વારા બોલ ડેડ જાહેર કરવામાં આવી શકે છે અને બેટિંગ કરનાર ટીમના ખાતામાં પાંચ પેનલ્ટી રન પણ ઉમેરી દેવામાં આવશે.

5. ધીમા ઓવર રેટ માટે સજા

IPL 2023 સીઝનમાં જો કોઈ ટીમ નક્કી કરવામાં આવેલા સમયમાં તેની ઓવરોને ફેંકી નહીં શકે, તો દરેકે દરેક ઓવર માં તે ટીમને 30 યાર્ડની ત્રિજ્યાની બહાર માત્ર 4 જ ફિલ્ડર રાખવાની મંજૂરી અપાશે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply