IRCTC HDFC Bank Credit Card: ક્રેડિટ કાર્ડ અને તેના પર મળનારી ઑફર્સને લઈને ઘણી બધી કંપનીઓ અને બેંકો સતત નવા નવા પ્રયોગો કરતી હોય છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) અને દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા કો-બ્રાન્ડેડ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ ને લોન્ચ કરવામાં આવ્યું છે. રેલવે મુસાફરોને આનાથી ઘણો મોટો લાભ મળશે અને તેઓને હવે રેલવે સ્ટેશન પર ખાવા-પીવા માટે રાહ નહિ જોવી પડે.
આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડએ માત્ર એક પ્રકારના વેરિઅન્ટમાંજ મળીરહશે. આ કાર્ડ એ NPCI ના RuPay નેટવર્ક પર આધાર રાખશે. આ કાર્ડનો ઉપયોગ એ તમામ પ્રકારની ઑનલાઇન વેબસાઇટ્સ અને વેપારી આઉટલેટ્સ પર થશે છે જે લોકો રુપે કાર્ડને (Rupay Card) સ્વીકારે છે.
એક વર્ષમાં 8 વખત મફત મળશે રેલ્વે લાઉન્જ ની સુવિધાઓ
આ કાર્ડની મદદ થી તમને એક વર્ષમાં 8 કોમ્પ્લિમેન્ટરી રેલ્વે લાઉન્જનો ઉપયોગ કરી શકશો. અમે અહીં જણાવી દઈએ કે દેશના અમુક એવા પણ રેલવે સ્ટેશનો છે જ્યાં મુસાફરોને પર વિશ્વ કક્ષાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ એક્ઝિક્યુટિવ લાઉન્જમાં તમને વાઈ-ફાઈ, ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ, લગેજ રેક, ન્યૂઝપેપર, મેગેઝિન, ટીવી, ટોઈલેટ વગેરે પ્રકારની જેવી સુવિધાઓ મળી રહે છે. જો તમારી આગળ IRCTC HDFC બેંક ક્રેડિટ કાર્ડ હશે તો લાઉન્જ એક્સેસ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે.
IRCTC HDFC Bank Credit Cardની ખાસિયતો
– આ કાર્ડ માં તમને વેલકમ બેનિફિટના રૂપમાં કાર્ડ ઇશ્યૂ થયાના 30 દિવસની અંદર જ 500 રૂ નું એમેઝોન વાઉચર મળશે.
– આ કાર્ડ દ્વારા, જો તમને www.irctc.co.in પરથી રૂ. 100 સુધીની ટ્રેન ટિકિટ બુકિંગ કરવો છો તો તમને તેના પર પર 5 રિવોર્ડ પોઈન્ટ મળે છે.
– આ સિવાય તમે, Smart Buy દ્વારા દરેક બુકિંગ પર 5 ટકા કેશબેક પણ મળશે.
– આ કાર્ડની મદદ થી તમારે IRCTC ની વેબસાઇટ અથવા એપ દ્વારા ટિકિટ બુક કરાવવા પર 1% સુધીનો જે ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગે છે તે નહિ લાગે.
– 90 દિવસમાં જો તમે 30,000 રૂપિયા સુધીનો કાર્ડ દ્વારા ખર્ચ કરો છો તો તમને 500 રૂપિયાનું ગિફ્ટ વાઉચર મળી શકે છે.
આજ ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી