Gujarat Rain Update:- જૂનાગઢઃ શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ શહેર સહિત ભવનાથ તળેટીમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. સમગ્ર શહેર સહિત તળેટી હાલ જળમગ્ન બની ગઈ છે તેટલો વરસાદ વરસ્યો છે.
શહેરમાં અનરાધાર વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને કારણે ચારેતરફ જળબંબકાર જેવી સ્થિતિ પેદા થઈ છે.
જૂનાગઢની સોનરેખ અને કાળવા નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી બંને નદીમાં પૂર જેવી સ્થતિ પેદા થઈ છે.
ત્યારે કાળવા નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવતા પૂર જેવી સ્થિતિ થઈ હતી. તેમાં અનેક કાર તણાઈ હતી. ત્યારે એક વ્યક્તિ કારને પકડતો જોવા મળી રહ્યો છે. જે કાર સાથે પાણીમાં તણાઈ જાય છે.
શહેરની નદીઓમાં પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે તેમાં પૂર જેવી પરિસ્થિતિ છે. ત્યારે કાળવા નદીમાં પાણીની આવક થતા તેમાં કાર તણાઈ ગઈ છે. આ વીડિયો જનતાએ મોકલ્યો છે.
જૂનાગઢમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કાળવા વોકળા સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
ગુજરાતમાં 8 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 13 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં નવસારીમાં 6 કલાકમાં ધોધમાર 12.5 ઇંચ વરસાદ, જલાલપોરમાં 11 ઇંચ, ખંભાળિયામાં 7 ઇંચ વરસાદ, ખેરગામમાં 6.5 ઇંચ, ગણદેવીમાં 6 ઇંચ વરસાદ, વાગરામાં 4.5 ઇંચ, ઉમરાળામાં 4 ઇંચ વરસાદ ખબક્યો છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.