You are currently viewing રૂની પાછળ કપાસનાં ભાવમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો જોવાયો

રૂની પાછળ કપાસનાં ભાવમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો જોવાયો

રૂની બજારો સતત તુટી રહી હોવાથી કપાસનાં ભાવમાં આજે મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો હતો. આગામી દિવસોમાં રૂ વધુ ઘટશે તો કપાસની બજારો વધુ તુટી શકે છે.




ઘટતી બજારમાં ખેડૂતો પણ કપાસની વેચવાલી વધારે તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦થી ૬૦ ગાડીની આવક હતી.

ભાવ મેઈન લાઈનનાં મિડીયમ ક્વોલિટીમાં રૂ.૧૪૫૦ થી ૧૫૦૦, મહારાષ્ટ્રનાં ફરધરનાં રૂ.૧૪૫૦ થી ૧૫૦૦ અને સારા માલ રૂ.૧૫૫૦થી ૧૬૦૦ના હતાં.




કડીમાં મહારાષ્ટ્રની ૧૦૦ ગાડી અને કાઠીયાવાડની ૫૦થી ૬૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૫૦થી ૧૬૦૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૫૦ થી ૧૭૦૦નાં હતાં. સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૮૭ હજાર મણની થઈ હતી  અને ભાવ સૌથી ઊંચા બાબરામાં રૂ.૧૬૯૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ.૧૩૫૦થી ૧૪૦૦નાં હતાં.

સરેરાશ ભાવ રૂ.૧૫૦૦થી ૧૬૫૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં. રાજકોટમાં ૧૧થી ૧૨ હજાર મણની આવક હતી અને ભાવ ફોર જીનાં રૂ.૧૬૨૦ થી ૧૬૪૦, એ પ્લસમાં રૂ.૧૬૦૦થી ૧૬૨૦, એમાં રૂ.૧૫૭૦થી ૧૬૦૦, બીમાં રૂ.૧૪૭૦થી ૧૫૫૦, સીમાં રૂ.૧૪૦૦થી ૧૪૭૦નાં હતાં. એક એન્ટ્રી રૂ.૧૬૪૫ની હતી.

રોજના બજાર ભાવ વૉટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

જે પશુપાલકોને રૂપિયા 3 લાખ સુધીની લોન મેળવવી હોય તે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને મેળવો સંપૂર્ણ માહિતી.




https://bit.ly/3kdDjf7

મિત્રો સાથે શેર કરો

Leave a Reply