Kapas Bhav Today | Kapas Bhav | Kapas Bhav Today Gujarat | Gondal Kapas Bhav | Rajkot Kapas Bhav
કપાસનાં ભાવ ટકેલા રહ્યાં હતાં. ગુજરાતમાં તમામ પીઠાઓમાં મળીનેકપાસની આવકો ૧.૭૭લાખ મણ જેવી થઈ હતી, જે સોમવારે બે લાખ મણની ઉપર હતી.
કપાસનાં ભાવ તાજેતરમાં રૂ.૫૦ જેવા ઘટી ગયા હોવાથી ખેડૂતોની વેચવાલી અટકી હતી, પંરતુ હવે ભાવ સ્ટેબલ થઈને જો ફરી સુધરશે તો ફરી વેચવાલી વધી શકે છે. બજારનો અન્ડરટોન ઢીલો છે અને ભાવ ગમે ત્યા રે નીચા આવશે.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૭૫ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૫૭૫ થી ૧૬૫૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦ થી ૧૬૨૫ના હતાં. કડીમાં મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને કાઠીયાવાડની ૫૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦થી ૧૬૩૦ વચ્ચે હતાં.
કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૨૦ થી ૧૬૮૦નાં હતાં. સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૧૨ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બાબરામાં રૂ.૧૭૧૧પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યા રે સૌથી નીચા ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૦૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૦૦થી ૧૬૮૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.
રાજકોટમાં ૧૪થી ૧૫ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ.૧૬૬૦થી ૧૬૭૦, એપ્લસમાં રૂ.૧૬૩૦ થી ૧૬૫૦, એમાં રૂ.૧૬૧૦ થી ૧૬૦૦, બી ગ્રેડમાં રૂ.૧૫૭૦થી ૧૬૦૦, સી ગ્રેડમાં રૂ.૧૫૨૦થી ૧૫૬૦ન
રોજના બજાર ભાવ વૉટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.