You are currently viewing Karuna Abhiyan 2022 – Save Bird Helpline Number પક્ષીઓને બચાવવાનું અભિયાન 

Karuna Abhiyan 2022 – Save Bird Helpline Number પક્ષીઓને બચાવવાનું અભિયાન 

Karuna Abhiyan 2022 । Save Bird Helpline Number | Animals Helpnine Gujarat | Animal Helpline Number 1962

“જીવો-જીવવાદો-જીવડાવો” નો જીવદયા અભિગમ સાથે ઉતરાયણના પર્વ દરમ્યાન ઘાયલ થયેલા પક્ષીની સારવાર હેતુ ગુજરાત સરકાર દ્વારા સેવાયજ્ઞ એટલે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

2021 માં 9000 કરતા પણ વધારે પક્ષીઓ ઉતરાયણના તહેવારે ઘાયલ થયા હતા અને 750 કરતા વધારે પક્ષીઓનું કરુણ મૃત્યુ થયું હતું.આ બાબતે ધ્યાનમાં રાખીને આ વર્ષે ગુજરાતના વન વિભાગ દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યા છે .

આ પર્વ દરમ્યાન કોઈ પણ પક્ષી પોતાનો જીવ ન ગુમાવે તે હેતુ થી ગુજરાત સરકારે Karuna Abhiyan 2022 જેમાં પક્ષીઓની સારવાર માટે એમ્બ્યુલન્સ ચાલુ કરવામાં આવી છે.

Karuna Animal Ambulance-1962

આપણા રાજ્યના નાયબ પશુપાલન નિયામક દ્વારા Karuna Animal Ambulance-1962 બાર પાડવામાં આવેલ છે. આ Ambulance નું સમગ્ર સઁચાલન 108 GVK EMRI, અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે. આ એમ્બ્યુલન્સ ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશય મૂંગા પક્ષીઓને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટેનો છે.

રાજ્યભરમાં 700 થી પણ વધુ પક્ષી નિદાન કેન્દ્રો અને 620 થી પણ વધુ તબીબો ઘાયલ પક્ષીઓની સેવામાં ઉપલબ્ધ રહેશે.અને 6 હજાર થી પણ વધુ સેવાભાવી સ્વયંસેવકો “કરુણા અભિયાન” માં સહભાગી થશે.

પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો

હેલ્પલાઈન નંબર = 1962

Watsapp Helpline No = +91 8320002000 

Forest Department Guideline

Government of Gujarat Forest Department દ્વારા આ ઉતરાયણના પર્વ પર પક્ષીઓને બચાવવા ના હેતુથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે તમારી આજુ બાજુ કોઈ પણ પક્ષી ઘવાય તો કરુણા અભિયાન હેલ્પલાઈન નંબર પર જાણ કરવી જેથી પક્ષીઓને સમયસર સારવાર મળી રહે.

વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન અનુસારજ પતંગો ચગાવવી.

  • પતંગ ઉડાડવાનો સમય સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધીનોજ છે.
  • પતંગ  ઉડાડવા માટે ચાઈનીઝ દોરી તથા કાચ પાઈગયેલી દોરીનો ઉપયોગ કરવો નહીં.
  • આપણી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ ચાઈનીઝ દોરી વેચતો જણાયતો તરતજ પોલીસ અથવા વન વિભાગને જાણ કરવી.
  • આપણી આજુબાજુ જો કોઈ પક્ષી ઘવાયેલ હાલતમાં જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવારકેન્દ્ર માં જાણ કરવી

Karuna Helpline Official Map (જાણો તમારી નજીકના પક્ષી સારવાર કેન્દ્ર ના લોકેશન વિશે)

Gujarat Forest Department દ્વારા online map પર Karuna Abhiyan 2022 હેઠળ પક્ષી નિદાન કેન્દ્રો જાહેર કરેલા છે.

Karuna Abhiyan Map
Image credit: karuna Abhiyan Bird care centers map

જેની લિંક નીચે આપેલ છે તેના પર ક્લિક કરીને તમારા નજીકના નિદાન કેન્દ્રનું લોકેશન મેળવો.

નજીકના સારવાર કેન્દ્રનું લોકેશન મેળવવા અહીં ક્લિક કરો.

FAQ’s of Karuna Abhiyan 2022

1) Karuna Animal Ambulance નો હેલ્પલાઇન નંબર શું છે?

Karuna Animal Ambulance નો helpline No = 1962 છે.

2)Karuna Abhiyan-2022 નો whatsapp નંબર શું છે?

Karuna Abhiyan નો Whatsapp No = +91 8320002000 જેના પર karuna ટાઈપ કરીને મેસેજ કરવાનો રહશે. 

3) નજીક ના પક્ષી નિદાન કેન્દ્રનું લોકેશન ક્યાંથી મેળવવું?

તમારી નજીકના પક્ષી નિદાન કેન્દ્રનું લોકેશન જાણવા માટે આપેલ લિંક પર ક્લિક કરો.

નજીકના સારવાર કેન્દ્રનું લોકેશન મેળવવા અહીં ક્લિક કરો.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply