kesar mango disease । kesar mango 2022 । kesar keri | kesar mango news | kesar mango disease attack | kesar keri in gujarat | gir kesar keri
કેસર કેરી એક તરફ દેશના સીમાડા વળોટીને પરદેશમાં પહોંચી છે, ત્યારે સોમનાથના ગીર પંથકમાં કેશર કેરીના બગીચાઓ ઉપર લીલી ઇયળ જેવા કિટકનું આક્રમણ થયું છે.
સુરવા ગીરના 65 વર્ષની ઉમર વટાવી ચૂકેલા ખેડૂત મોહનભાઈ રામજીભાઈ કહે છે કે મારી આટલી ઉમરમાં આ સમયે કેરી ઉપર ઈયળનો હુમલો પહેલી વખત જોયો છે. એક તો હવામાનના ડખ્ખાને લીધે કેરીનો પાક ઓછો ને અધુરામાં પુરૂ હોય તેમ ઈયળ ત્રાટકી છે. ખાસ કરીને કોરાયેલ આંબામાં આ ઈયળનો હુમલો વધુ જોવા મળે છે. ઈયળ લીલા કલરની, પાતળી એક ઇંચ એકની સાઈઝ ધરાવે છે. ખેડૂતોએ આ ઈયળને નિયંત્રણમાં લેવા માટે અવાન્ટ અને થ્રેસર જેવી ભારે દવાના સ્પ્રે શરૂ કરી દીધા છે.

હડમતિયા ગીરના સુધીરભાઈ ભંડેરી કહે છે કે છેલ્લા સપ્તાહથી ગીરના ગામે ગામથી ઈયળના ઉપદ્રવના વાવડ આવી રહ્યાં છે. આ સમયે કેરી ઉપર પહેલી વખત ઈયળનો હુમલો જોવા મળ્યો છે. ખેડૂતો એની રીતે ઈયળને નિયંત્રણમાં લેવા દવાઓના છંટકાવ શરૂ કરી દીધા છે.
ધાવા ગીરના મનસુખભાઈ કંટારિયા કહે છે કે છેલા બે-ચાર દિવસથી એક પછી એક ગામેથી કેરી ઉપર ઈયળનું ત્રાટક થયાના સમાચારો આવી રહ્યાં છે. એક બાજુ કેરીનો વેળ પડ્યો છે. ત્યારે જ ઈયળે હુમલો કરી ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. ખેડૂતો આ ઈયળને પૈળિયાની ઈયળ કહે છે. જે આંબામાં કોરામણ આવ્યું છે, એવા આંબાઓમાં પહેલા કુણા પાંદડા સ્વાહા કરી ગયા પછી, એમાં લટકતી કેરીનો વારો ચડી જાય છે. બાગાયત વિભાગે તાત્કાલિક અસરથી ઈયળનો સર્વે કરી, સાવધાની માટે ખેડૂતોને યોગ્ય દિશા-સૂચન કરવું ઘટે છે.
આ વર્ષે પણ કેસર કેરીના ભાવો માં વધારો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે, આથી સામાન્ય લોકો માટે કેસર કેરી નો સ્વાદ લેવો ખુબજ મુંઘો પડી જશે.