Kesar Mango News : કેરીના સ્વાદ રસિયાઓ માટે આવ્યા ખુબજ સારા સમાચાર ગીરની વિશ્વ પ્રખ્યાત કેશર કેરીનું જૂનાગઢની માર્કેટ યાર્ડમાં આગમન થયું છે. ગયા વર્ષ કરતા એક મહિનો વહેલું કેસર કેરી આવી ગઈ છે જેમાં બે જ દિવસ દરમિયાન 40 જેટલા બોક્સની આવક નોંધાય છે. આ વર્ષે ગયા વર્ષની તુલનાએ કેરીનો પાક પુષ્કળ આવે તેવી શક્યતાઓ રહેલી છે. ગીરની કેસર કેરીનો ભાવ આ વર્ષે 2000 થી 3000 સુધી યાર્ડની હરાજીમાં બોલાયો છે.
અને હવે માર્કેટિંગ યાર્ડમાં હોળી બાદ મબલખ પ્રમાણમાં કેરીની આવક શરૂ થઇ જશે.
કેરીના ભાવો
અદ્રેમાન પંજા જુનાગઢ ફ્રુટ માર્કેટના પ્રમુખએ જણાવ્યું કે, ઉનાળો બેસે એટલે કેસર કેરીના રસીઓ ખુબજ આતુરતા થી રાહ જોઈને બેઠા હોય છે. આજે તાલાળા પંથકની કેસર કેરીનું જૂનાગઢની માર્કેટ યાર્ડમાં આગમન થયું છે હાલમાં બે દિવસ દરમિયાન જ 40 જેટલા બોક્સની આવક નોંધાય ચુકી છે. અને 10 કિલોના બોક્સના ભાવ 2000 થી 3000 સુધીના રહ્યા હતા.
કેરીનું ઉત્પાદન આ વર્ષે વધશે
સોરઠ વિસ્તારમાં આંબાના 23,333 હેક્ટરમાં બગીચાઓ આવેલા છે. આમા ગીર સોમનાથ જિલ્લામાં 14,301 હેક્ટર જુનાગઢ જિલ્લામાં 8600હેક્ટર અને પોરબંદર જિલ્લામાં 431 હેક્ટરમાં વિશ્વ પ્રખ્યાત કેશર કેરીનું વાવેતર કરવામાં આવે છે. ગયા વર્ષે 1,56,433 મેટ્રિક ટન જેટલું કેરીનું ઉત્પાદન નોંધાયું હતું. આ વર્ષે તેના કરતા 30% વધુ ઉત્પાદન થાય તેવી શક્યતાઓ રહેલી છે.
વાતાવરણ નડશે તો…
જો હવામાન માં પલટો આવશે તો કેરીના વૃક્ષો પર આવેલ મોર ખરી જશે અને ઉત્પાદન માં ઘટાડો આવી શકે છે અને તેથી કેરીના ભાવોમાં પણ ઉછાળો આવી શકે છે. જેથી કેરીના રસિયાઓ પર અને ખેડૂતો પર માઠી અસર જોવા મળી શકે છે. પરંતુ ખેડૂતોનું કેહવું છે કે આ વર્ષે કેરીના વૃક્ષી પર વધુ ફૂટ આવી છે. જેથી ખેડૂતોની આશા માં વધારો થયો છે.
જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.