Mango Price In Talala Marketing Yard | Mango Price 2022 | Mango Marketing Yard | Talala Gir Marketing Yard Price | APMC Talala
પુરા એક વર્ષ પહેલા આ સમયે તાલાલા મેંગો માર્કેટમાં પ્રગટ તસવીર ક્લિક થયેલ છે.હરરાજી શરૂ થયાના ચોથા દિવસે (તા.૭,મે ૨૦૨૧) કેરીની આવક વધીને ૧૦૩૦૦ બોક્સની સામે પ્રતિ બોક્સ ઉંચામાં રૂ.૮૯૦ થી નીચામાં રૂ.૩૭૦ ના ભાવ થયા હતા.

યાર્ડના તાલાલા સેક્રેટરી જારસાણિયાએ હરસુખભાઇ કહ્યું હતું કે છેલ્લા ૧૫ વર્ષના મારા અનુભવને આધારે કહી શકું છું કે કેસર કેરીના ઉત્પાદન પર ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ૬૦ ટકા ઓછું ઉત્પાદન થયું છે.
તાલાલા મેંગો યાર્ડમાં આજે કેરીની હરરાજી શરૂ થયાના ૧૧ માં દિવસે (તા.૬,મે ૨૦૨૨ શુક્રવારે) કેરીના ૩૮૧૦ બોક્સની આવક સામે પ્રતિ ૧૦ કિલો બોક્સ ઉંચામાં રૂ.૧૩૦૦, અને નીચામાં રૂ .૬૨૫ નો ભાવ થયો હતો.કેરીની આવક જ બતાવે છે કે ઉત્પાદનમાં કેટલો મોટો કાપ મુક્યો ????