You are currently viewing બાપ રે: ધરતી ઝુકી ગઈ, શું છે મોટું કારણ? જીવન જોખમમાં મુકાયું! સ્ટડીમાં થયેલા ચોંકાવનારા ખુલાસા તમને ડરાવી દેશે

બાપ રે: ધરતી ઝુકી ગઈ, શું છે મોટું કારણ? જીવન જોખમમાં મુકાયું! સ્ટડીમાં થયેલા ચોંકાવનારા ખુલાસા તમને ડરાવી દેશે

What is Groundwater Pumping: ભૂગર્ભજળના પમ્પિંગને (બોરવેલ કરવાને) લીધે પૃથ્વી પર એક ખુબજ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના લીધે આવનારા ભવિષ્યમાં ઘણા જ મોટા ફેરફારો જોવા મળી શકે છે. ગ્રાઉન્ડ વોટર પમ્પિંગ કરવાથી પાણીનો મોટો ભાગ બદલાય ગયો છે. એટલું જ નહીં, વિજ્ઞાનીકો ના સંશોધન પરથી એવું જાણવા મળી રહ્યું છે કે વર્ષ 1993 થી લઈને 2010 સુધીમાં પૃથ્વી પૂર્વ તરફ 80 સેમી સુધી નમી ગઈ છે, જેના લીધે પૃથ્વીનું વાતાવરણ પણ ખુબજ પ્રભાવિત થયું હોય તેવું લાગી રહ્યું છે.




વિજ્ઞાનિક જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં જણાવ્યા પ્રમાણે પશ્ચિમ ઉત્તર અમેરિકા અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પાણીનું સૌથી વધુ પુનઃવિતરણ જોવા મળી રહ્યું છે. વિજ્ઞાનીકો દ્વારા પહેલા પણ એક અનુમાન લગાવવામાં આવ્યું હતું કે મનુષ્ય દ્વારા 2,150 ગીગાટન ભૂગર્ભજળ કાઢવામાં આવ્યું છે. 1993 થી લઈને 2010 સુધીના સમયગાળામાં દરિયાની સપાટીના છ મિલીમીટરથી પણ વધારો થાય તેવી સમકક્ષ છે.




ભૂગર્ભજળના પમ્પિંગને લીધે પૃથ્વી પર ઉભો થનાર ખાતરના આ સંશોધનનું નેતૃત્વ કરનાર સાઉથ કોરિયાની સિયોલ નેશનલ યુનિવર્સિટીના સંશોધક કી-વેન સીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે પૃથ્વીનો ફરતો ધ્રુવ વાસ્તવમાં પરિવર્તનનો મુખ્ય પ્રેરક છે. તેઓએ આગળ જણાવતા કહ્યું કે ભૂગર્ભજળના પુનઃવિતરણની વાસ્તવમાં પરિભ્રમણના ધ્રુવના ઝુકાવ પર સૌથી વધુ અસર પડી શકે છે. સંશોધકો દ્વારા જણાવવામાં આવ્યું કે પાણી માં એટલી ક્ષમતા છે કે તે પૃથ્વીના પરિભ્રમણને પણ બદલી શકે તેવું 2016 માં એક સંશોધન દ્વારા જાણવા મળ્યું હતું.




આથી વૈજ્ઞાનિકોએ જણાવ્યુકે જો માનવી પોતાના સ્વાર્થ માટે આવા ભૂગર્ભજળના પમ્પિંગ ચાલુ રાખશે તો નજીકના સમયગાળામાં ખુબજ મોટી આફતો આવી શકે છે જેને લીધે માનવ સૃષ્ટિનો અંત પણ આવી શકે છે.

આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply