You are currently viewing આવી ગયા સૌથી ચિંતાજનક સમાચાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ નબળું રહી શકે છે, જાણો હવામાન વિભાગે શુ કહ્યું

આવી ગયા સૌથી ચિંતાજનક સમાચાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ નબળું રહી શકે છે, જાણો હવામાન વિભાગે શુ કહ્યું

Gujarat Weather:- રાજ્યના ખેડૂતો માટે સૌથી ચિંતાજનક કહી શક્ય તેવા સમાચાર સામે રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષના ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે વરસાદ ઓછો પડી શકે છે,સાથે સાથે તેઓએ જણાવ્યું કે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં પણ વરસાદ ઓછો પડે તેવી શક્યતાઓ રહેલી છે.તો તેઓએ એ પણ જણાવ્યું કે ભારતના અનેક વિસ્તારોમાં ચોમાસું સારુ સારું રહી શકે છે. આ જાહેરાત હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે તેઓએ કહ્યું કે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન 96 ટકા જેટલો વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.




હવામાન વિભાગે જણાવ્યું કે અલનીનોની વધારે પડતી અસર રહે તેવી શક્યતાઓ રહેલી છે. તેઓ ના જણાવ્યા મુજબ આ વર્ષે ગુજરાત રાજ્યમાં ચોમાસુ સામાન્ય અથવા તો એના કરતા પણ ઓછું રહે તેવી શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં જૂન મહિનામાં સામાન્ય કરતા પણ ઓછો વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. ભારતના મધ્ય વિસ્તારોમાં ચોમાસું સામાન્ય રહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દેશના મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં ચોમાસુ સામાન્ય કરતા પણ ઓછું રહે તેવી સંભવનાઓ રહેલી છે..




આ સિવાય હવામાન વિભાગે કહ્યું કે હાલ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં તારીખ 28 થી લઈને 29મેના રોજ વરસાદ પડે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે જ ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.

પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ આણંદ, ભરુચ, રાજકોટ, ભાવનગર, અમરેલીમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ રહેલી છે. આવનારા બે દિવસો સુધી બધાજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. આ સિવાય ગુજરાતમાં ભારે થી અતિ ભારે પવન ફુંકાવાની આગાહી પણ કરાઈ છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply