IMD એ તારીખ 6 મેના રોજ બંગાળની ખાડી પર વાવાઝોડું સક્રિય થાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી પર ચક્રવાતી પવનનો ફૂંકાઈ શકે છે. જેના લીધે આવનારા 48 કલાક ખુબજ ભારે રહેવાના આ દરમિયાન આ વિસ્તારમાં ખુબજ મોટું લો પ્રેશરનું ક્ષેત્ર બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 5 દિવસો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
IMD ના કહેવા પ્રમાણે, આવનારા 2 દિવસોમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે પવનની સાથે સાથે હળવોથી મધ્યમ વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ રહેલી છે. અમેરિકન વેધર ફોરકાસ્ટ મોડલ એટલેકે ‘ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (GFS)’ અને યુરોપિયન સેન્ટર ફોર મિડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ECMWF) ના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર તોફાની વાવઝોડુ સક્રિય થાય તેવી શક્યતા રજુ કરવામાં આવી છે.
IMD ના કહેવા પ્રમાણે, ઉત્તર પ્રદેશ ના અમુક વિસ્તારોમાં આજ રોજ ગાજવીજની સાથે સાથે, વીજળી, વાવાઝોડા અને વરસાદની સાથે કરા પણ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાની ઝડપ અંદાજિત 40 થી લઈને 50 કિ.મી. પ્રતિ કલાક સુધીની હશે.
તારીખ 1 મે એ યુપી ના ઘણા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ પડ્યો હતો. આ સિવાય પશ્ચિમ યુપીના અનેક વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. IMD દ્વારા ફરી એકવાર આગાહી કરતા કહ્યું કે પંજાબ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ સહીત મેઘાલયના દરિયાઇકાંઠા આંધ્ર પ્રદેશ અને યાનમ, તેમજ તેલંગાણા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં ના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
Pingback: અંબાલાલ પટેલ ની આ આગાહીથી ગુજરાત આખું ધ્રુજી ઉઠ્યું, આ તારિખે અત્યાર સુધીનું સૌથી મોટું વાવાઝોડ