Mini Tractor Sahay Yojana 2023 | I KHEDUT Portal Yojana Government Of Gujarat Scheme | I khedut Online Registration
આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે તેથી ખેતીમાં અવનવી ટેકનોલોજી નો ઉપયોગ કરી અને ખેડૂતો પ્રગતિશીલ બને તેવા હેતુ થી દેશની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂત લક્ષી અવનવી ખેતીમાં ઉપયોગી સાધનો ની ખરીદી માટે સહાય યોજનાઓ લાવતી હોઈ છે.
આવીજ એક સહાય યોજના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું.
>> Tactor Sahay Yojana 2022 | ટ્રેક્ટર સહાય યોજના(યોજનાની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.)
Mini Tractor Sahay Yojana 2023
રાજ્યના નાના સીમાંત ખેડૂતોને ખેતીમાં સમય અને પૈસાનો બચાવ થાય તે હેતુ થી (Goverment of Gujarat) દ્વારા મીની ટ્રેક્ટરની ખરીદી પર 40% થી 50% સુધીની એટલે કે 45000 થી 60000/- રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.
આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગોના ખેડૂતો પણ પોતાની ખેતીમાં સમય સર કામ કરી શકે અને સારું ઉત્પાદન મેળવી શકે તે માટે ટ્રેક્ટરની ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે.
ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ તમામ જ્ઞાતિના લોકોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ 20HP સુધીના ટ્રેક્ટરની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે.
યોજનાનું નામ | ટ્રેક્ટર સહાય યોજના 2023 |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ઉદ્દેશ | ખેડૂતો ખેતી માં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે તે માટે આર્થીક રીતે નબળા ખેડૂતભાઈઓને ટ્રેક્ટર ની ખરીદી પર સહાય આપવામાં આવી રહી છે |
લાભાર્થી | ગુજરાત રાજ્યનો ખેડૂત |
સહાયની રકમ | આ યોજના હેઠળ 20HP સુધીના ટ્રેક્ટરની ખરીદી પર 40% થી 50% સુધીની એટલે કે 45000 થી 60000/- રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. |
અરજી વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
ટ્રેક્ટર સહાય યોજનાની પાત્રતા
રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ પ્રકારની સહાય યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરવામાં આવેલ છે. આથી ટ્રેક્ટર સહાય યોજનાની અરજી માટે નીચે મુજબ ની પાત્રતા નક્કી કરવામાં આવેલ છે.
- આ યોજનામાં લાભ મેળવવા માંગતો ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિના ખેડૂતોને મળવાપાત્ર રહેશે.
- લાભાર્થી ખેડૂત પોતાની માલિકીની જમીનનો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- કૃષિ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસકવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહે છે.
- આ યોજનાનો લાભ ખાતાદીઠ એક જ વાર મળવાપાત્ર રહેશે.
Required Document For Tractor Sahay Yojana
ટ્રેક્ટર સહાય યોજનાની ઓનલાઇન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
- I khedut Portal 7-12
- લાભાર્થીની આધારકાર્ડની ઝેરોક્ષ
- જો લાભાર્થી ખેડૂત ST અને SC જ્ઞાતિનો હોઈ તો તેની જાતિનું પ્રમાણપત્ર.
- રેશનકાર્ડની ઝેરોક્ષ.
- 7-12 અને 8-અ.
- જો ખેડૂતની જમીન સંયુક્ત ખાતેદાર હોઈ તો તેવા કિસ્સા માં અન્ય ખેડૂતનું સંમતીપત્રક.
- અરજી કરનાર ખેડૂત આત્માનું રેજીસ્ટ્રેશન ધરાવતા હોઈ તો તે આપવાનું રહેશે.
- બેંક ખાતાની પાસ બુકના પહેલા પેજનિન ઝેરોક્ષ.
- જો ખેડૂત સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોઈ તો તે વિગતો આપવાની રહેશે.
Mini Tactor Sahay Yojana 2022 Online Registration Process
ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે.
- ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
- ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો

- અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “બાગાયતી યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

- “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “ટ્રેક્ટર સહાય યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
- આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.
FAQ’s Of Tractor Sahay Yojana 2022
1) ખેડૂતોને ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલા રૂપિયા સુધીની સબસિડી મળવા પાત્ર રહેશે?
>> ગુજરાત રાજ્યના ખેડૂતોને આ યોજના દ્વારા અંદાજિત 40% થી 50% અથવા 45000/- થી 60000/- સુધીની સહાય મળવાપાત્ર રહશે.
2) ટ્રેક્ટર સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશય શુ છે?
>> આર્થિક રીતે નબળા ખેડૂતોને ખેતીમાં સમય અને પૈસાનો બચાવ થાય તે માટે તેમને ટ્રેક્ટર ની ખરીદી પર સહાય આપવામાં આવે છે.
3) ટ્રેક્ટર સહાય યોજના દ્વારા કેટલા HP ના ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવી રહી છે?
>> આ યોજના હેઠળ ખેડૂતોને 20 PTO HP ની ક્ષમતા વાળા ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવી રહી છે.
4) ટ્રેક્ટર સહાય યોજના માટે અરજીની છેલ્લી તારીખ કેટલી છે?
>> ટ્રેક્ટર સહાય યોજના માં અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023