Mobile Phone Explosion: કેરળમાં સ્માર્ટ ફોનની બેટરીમાં અચાનક જ વિસ્ફોટ થવાને કારણે એક શાળાની વિદ્યાર્થીનીનું ઘટના સ્થળેજ મોત થયું છે. કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી સોમવારે રાત્રે તે પોતાનો મોબાઈલ ફોન સુવાના સમયે વાપરી રહી હતી ત્યારે અચાનક જ મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. તેના ચહેરા પર વિસ્ફોટ થવાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને કેરળ પોલીસે આ બાબતની માહિતી પણ આપી છે.
કેરળમાં એક મોબાઈલ વિસ્ફોટ Mobile Phone Explosion ની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક શાળાની માસુમ છોકરીનું મોત નીપજ્યું છે. કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી છે એ સોમવારે રાત્રે પોતાનો મોબાઈલ ફોન યુઝ કરી રહી હતી ત્યારે અચાનક તે મોબાઈલ નો બ્લાસ્ટ થયો હતો.
કેરળ પોલીસે ન્યુઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તે 8 વર્ષીય આદિત્યશ્રી સ્થાનિક સ્કૂલ ક્રાઈસ્ટ ચર્ચ લાઈફ સ્કૂલમાં ત્રીજા નંબરના ધોરણની વિદ્યાર્થીની છે. તે સોમવારે રાત્રે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ તે તેના ફોન પર એક વાઇરલ વીડિયો જોઈ રહી હતી, ત્યારે અચાનક સ્માર્ટ ફોનની બેટરીમાં ભયજનક વિસ્ફોટ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેને ડૉક્ટર બચાવી શકાઈ નહીં. ફોરેન્સિક ટીમ આ મામલે ખુબજ મોટી તપાસ કરી રહી છે. તેમજ પોલીસે કેસ નોંધી આ બાબતની તપાસ હાથ ધરી છે.
કેરળ પોલીસ અધિકારીઓની જાણકારી અનુસાર, ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ મામલાની તપાસ કરવા માટે છોકરીના ઘરે પણ ગઈ છે અને મોબાઈલ વિસ્ફોટનૂ કારણ તપાસ્યું હતું. તેમજ પોલીસના જણાવ્યા અનુસાર,તેના મોબાઈલમાં વિસ્ફોટ થવાનું કારણ એ હતું કે બેટરી વધારે ગરમ થવાને કારણે વિસ્ફોટ થયો હતો.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.