You are currently viewing વાવાઝોડું મોચા એ ગુજરાતને તહેશ મહેશ કરી નાખશે? આગામી 24 કલાક ખુબજ ભારે જાણો શું કહેવું છે હવામાન વિભાગનું

વાવાઝોડું મોચા એ ગુજરાતને તહેશ મહેશ કરી નાખશે? આગામી 24 કલાક ખુબજ ભારે જાણો શું કહેવું છે હવામાન વિભાગનું

Cyclone Mocha:-  બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં સામાન્ય રીતે મેં મહિના દરમિયાન વાવાઝોડાઓ સક્રિય થતા હોય છે. આ વર્ષે પણ પ્રથમ બંગાળની ખાડીમાં મોચા નામનું વાવાઝોડું સક્રિય થયું છે.તારીખ 10મી મેં ના રોજ મોડી સાંજે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. અને તારીખ 11 મેના વાવાઝોડું એ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરીને આગળ વધશે.




India Meteorological Department અનુસાર બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થયા બાદ. વાવાઝોડું એ 6 કલાકમાં 5 કિલોમીટરની ઝડપથી આગળ વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ મોચા વાવાઝોડું એ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ બ્લેર પોર્ટ થી હજુ 510 કિલોમીટર જેટલું દૂર છે અને દક્ષિણ પશ્ચિમ કોક્સ બાઝા બંગલાદેશથી અંદાજિત 1460 કિલોમીટર જેટલું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.




દક્ષિણ-પશ્ચિમ સિત્તવે મ્યાનમારથી વાવાઝોડાનું 1340 કિલોમીટર દૂર ડિપ્રેશન સક્રિય થયું છે. આ ડિપ્રેશન એ વાવાઝોડામાં રૂપાંતર થઇને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આવતી કાલથી એટલે કે તારીખ 11 મેના રોજ આ વાવાઝોડું વધુ રોદ્ર બની શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વાવાઝોડું એ બાંગલાદેશ અને મ્યાનમાર તરફ આગળ વધી શકે તેવી સંભાવનાઓ રહેલી છે.

તારીખ 11 અને 12 મેના રોજ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર ભારે થી અતિ ભારે વરસાદ પડવાની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની ગુજરાત પર કોઈ પણ અસર થશે નહી.  ગુજરાતમાં વાતાવરણ ખુબજ સૂકું રહેશે અને સાથે સાથે કાળઝાળ ગરમી પણ પડી શકે છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply