Cyclone Mocha:- બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને લીધે ‘મોચા’ વાવાઝોડું રોદ્ર સ્વરૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું મોચા એ આ સપ્તાહમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી ના વિસ્તારો અને આંદામાન દરિયા સાથે સંકળાયેલા વિસ્તારમાં પવનની ઝડપ એ અંદાજિત 60 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આવનારા ત્રણ દિવસો સુધી ખુબજ ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.
ઓડિશા થી લઈને છેક પશ્ચિમ બંગાળ સુધીના દરેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની તમામ ટીમોને ઈમરજન્સીનો સામનો કરવા માટે તૈયાર રહેવાની અપીલ કરવાં આવી છે. આ સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે તારીખ 8 થી લઈને તારીખ 11 મે સુધીમાં ભયકંર માં ભયંકર સ્વરૂપ ધારણ કરી લેશે “મોચા” વાવાઝોડું.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.