You are currently viewing Money Saving Tips : મહેનત કરો પણ પૈસા બચતા નથી? અપનાવો આ ટિપ્સ થશે સારી એવી બચત

Money Saving Tips : મહેનત કરો પણ પૈસા બચતા નથી? અપનાવો આ ટિપ્સ થશે સારી એવી બચત

Money Saving Tips : આજના સમય માં લોકો મહેનત તો ખુબજ કરતા હોય છે પરંતુ તેઓના પૈસા છે એ મહિનો પૂરો થાય ત્યાં તો બધાજ પૈસા પુરા થઇ જતા હોય છે. આવા લોકો ને કઈ રીતે પૈસા નો બચાવ કરવો જેથી તેમના ભવિષ્યમાં આ પૈસા કામ લાગી શકે. તે માટે અમે આજે તમને થોડીક ટિપ્સ આપશું જેનો ઉપયોગ કરીને તમે સરળ તા થી પૈસા બચાવી શકો.




1) દર મહિનાનું બજેટ બનાવો 

આપણે દર મહિના નું બજેટ બનાવું જોયે જેમાં આપડે કેટલા પૈસા નો ઉપયોગ કઈ કઈ વસ્તુ ખરીદવામાં કરવાના છીએ અને ક્યાં ક્યાં તે બધુજ આપણે બજેટ માં પેલેથી જ લખીને રાખવું જોયે અને એ બજેટને દરરોજ ફોલ્લો કરવું જોયે આથી પણ તમારા સારા એવા પૈસા બચી શકે છે.

2) ભાવ તાલ કરીનેજ વસ્તુ લેવી 

જયારે પણ આપણે રોજ બરોજ ની વસ્તુઓ જેમ કે શાકભાજી, ફળ, અનાજ કરિયાણું, અને બીજી ઘણી બધી વસ્તુઓ જે આપણે દુકાન દર સાથે ભાવતાલ કરીનેજ વસ્તુઓ લેવી. હવે તમને એવું લાગતું હશે કે આના થી શું અમે અમીર થોડા બની જાશું પણ આ રીતે દરરોજ કર કસર કરવાથી ઘણા બધા પૈસા બચાવી શકો છો.

ટીપે ટીપે સરોવર ભરાય છે…

3) વીજળીનો બચાવ કરો 




આપણા ઘરમાં tv, પંખો, લાઈટ, ફ્રીજ આવી બધીજ વીજળી થી ચાલતી વસ્તુઓનો જેટલો ઉપયોગ હોય એટલોજ ઉપયોગ કરવો જયારે જરૂર ના હોય ત્યારે તેને બંધ રાખવા જોયે જેથી વીજળીનો બચાવ થઇ શકે અને સાથે સાથે વીજળીના ઓછા બિલ ભરવાથી આપણા પૈસા પણ બચી જાય.

4) મોંઘી વસ્તુઓ EMI અથવા Loan પર લેવી 

મોંઘી મોંઘી ગાડીઓ અને ઘર હંમેશા લોન પરજ લેવા જેથ તમે જેટલા પૈસા બચાવેલા છે અથવા તમારા ખાતામાં પડ્યા છે એ એક એકી સાથે રોકાઈ ન જાય અને તમે તે પૈસા ને ઈમરજેંસી માં ઉપયોગ કરી શકો. અથવા આ પૈસા ને સારી જગ્યાએ રોકાણ કરીને વધુ પૈસા બનવી શકો અને તે માંથી emi અથવા લોન ભરી શકો.

5) દેખા દેખી માં કોઈ પણ વસ્તુ ન લો.

આજે દરેક લોકો બીજાની દેખા દેખી માં સારા સારા અને મોંઘા મોબાઈલ, કાર, અને બીજી ઘણી બધી વસ્તુઓ લઇ લેતા હોય છે અને પાછળથી પછતાતા હોય છે. આથી બીજાની દેખા દેખીમાં કોઈ પણ વસ્તુ ન લેવી જેથી કરીને આપડા મહેનત ના પૈસા વેડફાઈ જાય છે.

જેટલી મોટી ચાદર હોય તેટલાજ પગ ફેલાવાય

6) ફૂડ સ્પેન્ડિંગ ટેવો પર નિયંત્રણ

ઘણી વાર આપડે બહારનું ખાવાનું મન થાય એટલે તરતજ જમવા માટે ચાલ્યા જતા હોય એ છીએ અથવા ઘરે મંગાવી લેતા હોઈએ છીએ. પરંતુ આનાથી આપડા સ્વાસ્થ્ય પર ખુબજ ગંભીર અસરો પડતી હોય છે. અને પૈસા નો પણ બગાડ થતો હોય છે. આથી ઘરનુજ બનાવેલું જમવાનો આગ્રહ રાખો.




આ હતા અમુક પૈસા બચવાના ઉપાયો જો તમે આ ઉપાયોને 1 મહિનો સુધી ફોલ્લો કરશો એટલે રિજલ્ટ જરૂરથી દેખાશે.

જો આ ટિપ્સ તમને ઉપયોગી થાય તો બીજા લોકોને પણ મોકલજો. અને આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply