You are currently viewing જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં બેસી ગયું છે ચોમાસુ અહીં ક્લિક કરીને

જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં બેસી ગયું છે ચોમાસુ અહીં ક્લિક કરીને

Monsoon 2023:- ચોમાસુ આવે તેની રાહ જોવાય રહી છે. દેશના હવામાન વિભાગ દ્વારા કેરળ રાજ્યમાં તારીખ 4 જૂન અથવા તો 4 દિવસ આગળ પાછળ ચોમાસું બેસે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.  2023ના ચોમાસાને લઈને દેશના ખેડૂતો માટે ખુબજ સારા સમાચાર આવ્યા છે. હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ગતીવિધીઓ પોતાનું જોર પકડી રહી છે.ભારતના હવામાન વિભાગ IMD દ્વારા જણાવવામાં આવ્યું કે અત્યારે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ માં ચોમાસું બેસી ગયું છે. તો હવે બીજી બાજુ બંગાળની ખાડીમાં અનેક વિસ્તારોમાં ચોમાસું આગળ વધે તેવું લાગી રહ્યું છે.




અહીં અમે તમને જણાવી દઈએ કે દર વર્ષે ચોમાસાનું આગમન સૌપ્રથમ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર થતું હોય છે. તે પછી તે આગળ વધીને ચોમાસું કેરળમાં 1 જૂન પછી થી શરૂ થતું હોય છે. પરંતુ ચોમાસાનો વરસાદ ક્યારે થાય તે ખુબજ મહત્વનુ હોય છે. ઘણી વાર એવું પણ બન્યું છે કે જે તારીખોમાં ચોમાસુ બેસવું જોઈએ તે તારીખો કરતા વહેલું ચોમાસું બેસી જતું હોય છે અને ક્યારેક તે તારીખ કરતા મોડું પણ બેસતું હોય છે.




જો કે આ વર્ષે તો બંગાળની ખાડીમાં મોચા વાવાઝોડું સર્જાયું હતું. દેશના હવામાન વિભાગનું માનવું છે કે મોચા વાવઝોડાની અસર ચોમાસા પર પડી શકે છે. જેના લીધે કરળ રાજ્યમાં ચોમાસું મોડું બેસે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યરે તો આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસાનું વિધિવત્ત આગમન થઈ ચૂક્યું છે. તો હવે, આવનારા 3થી લઈને 4 દિવસોમાં ચોમાસુ આગળ વધી શકે તેના સાનુકૂળ પરિબળો જણાઈ રહ્યા છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply