You are currently viewing Monsoon Forecast 2022 | આગામી ચોમાસાના થોડા ચિંતાજનક એંધાણ…

Monsoon Forecast 2022 | આગામી ચોમાસાના થોડા ચિંતાજનક એંધાણ…

Monsoon Report 2022 | Monsoon Report Gujarat | Weather Report | Weather Report Today | Weather Report 2022 

ચોમાસાની આગાહીઓનો ધીમી ગતિએ ફળો વહેતો થયો છે. મોટાભાગના આગાહીકારો અને હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ચોમાસું સામાન્ય થી સારું રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. આજે થોડી કડવી લાગે, એવી આગાહીની નોંધ કરી લો.

રાજકોટના ગોંડલ તાલુકાના ગોમટા ગામના વર્ષોથી તાપમાનના અભ્યાસ પરથી આગાહી કરતા મગનભાઈ ચાંગેલા એ તાજેતરમાં જ પ્રાચીન તથા અર્વાચિન વર્ષા વિજ્ઞાનની સમજ આપતી ૩૩ પાનાની ઓન-લાઈન બુક તૈયાર કરી છે. એમાં તાપમાન આધારિત માહિતી ઉપરાંત જુદા જુદા પ્રકારના વાદળોની તસ્વીરો પણ સમાવેશ કરાયો છે. ક્યાં પ્રકારનો વરસાદ થવાથી કઈ જીવતો જોવા મળે, વરસાદ અને ખેતીને લગતી ઘણી અભ્યાસપૂર્ણ માહિતીનો આમાં સમાવેશ કરાયો છે. જે વરસાદના અભ્યાસુ ખેડૂતો અને આગાહીકારોને પણ ઉપયોગી થઇ શકે.

Image Credit : Google Image
Image Credit : Google Image

આગામી ચોમાસા અંગે મગનભાઈ કહે છે કે શિયાળા દરમિયાનના માવઠા, ઝાકળ અને શિયાળુ રાત્રિનું ઊંચું તાપમાન અને એપ્રિલમાં વધારે ઉંચકાયેલ તાપમાન. આ બધી બાબતો આગામી ચોમાસાને પૂરી અસરકર્તા રહેશે. ગુજરાતની દરિયાઈ પટ્ટીમાં દ્વારકાથી લઇ પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારીથી વલસાડ સુધી સારો વરસાદ થઇ શકે છે.

ગાંધીનગર, સાબરકાંઠા, મોડાસા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ ટૂંકમાં ગુજરાતના પૂર્વ ભાગમાં સામાન્ય અથવા માધ્યમ પ્રકારનું ચોમાસું રહેશે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નબળું ચોમાસું રહેવાના એંધાણ દેખાય છે.

કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નબળું ચોમાસું રહેવાના એંધાણ 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply