Cyclone Mocha:- બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડુ મોચા બાંગ્લાદેશ અને મ્યાનમાર પર રવિવારના રોજ અથડાયું હતું. ત્યાર પછી હાલમાં તે નબળું પડી ગયું છે પરંતુ આના કારણે દેશના પૂર્વોત્તર સહિતના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો.
બંગાળની ખાડીમાં ઉદભવેલા આ વાવાઝોડાને લીધે સૌથી વધારેમાં વધારે નુકસાન મ્યાંમાર અને બાંગ્લાદેશને થયું હતું.
બીજી બાજુ ઘણા લોકોને એવો પણ સવાલ થઇ રહ્યો છે કે આ વાવાઝોડાને લીધે શું ગુજરાતના ચોમાસા પર કોઈ વિપરીત અસર થશે કે નહિ.
સામાન્ય રીતે ભારત દેશમાં વિધિવત ચોમાસાની શરૂઆત 1 જૂન ની આસપાસ કેરળ રાજ્ય થી થતી હોય છે. અને ત્યારબાદ તે આગળ વધતું હોય છે અને સામાન્ય રીતે ગુજરાતમાં તે 15 જુનની આસપાસ પોહચી જતું હોય છે.
અત્યારે ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે અને રાજ્યના બીજા ઘણા ભાગોમાં તાપમાનનો પારો પણ 44 ડિગ્રી ને પણ પાર પોહચી ગયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાને હજુ ભારત સુધી પહોંચવામાં ખાણો બધો સમય છે અને તેઓએ કહ્યું કે ચોમાસા પર બંગાળની ખાડી સિવાયની પણ ઘણી બધી બાબતો અસર કરતી હોય છે.
હવામાન વિભાગના તજજ્ઞો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, “વાવાઝોડું મોચા એ 9 મેં ના રોજ બંગાળની ખાડીમાં સર્જાયું હતું. તેઓએ કહ્યું કે બંગાળની ખાડી, અરબ સાગર અને બીજા હિંદ મહાસાગરમાં રહેલા ઘણા બધા બીજા પણ ફેક્ટર્સ ચોમાસાના આગમન પર અસર કરતા હોય છે. તેઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવઝોડુ જ ચોમાસા પર અસર કરતુ નથી. આથીજ મોચા વાવાઝોડાની ચોમાસા પર કોઈ વિપરીત અસર થાય તેવું લાગી રહ્યું નથી.
આ વર્ષે ચોમાસુ પોતાના નિયત સમય એટલે કે 15 જૂન ની આસપાસ જ ગુજરાત માં શરૂ થશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.