You are currently viewing ફરી એક નવા અતિ ભયકંર કાળમુખા માવઠાની આગાહી, જાણો ક્યારે અને ક્યાં ક્યાં વિસ્તારોમાં પડશે

ફરી એક નવા અતિ ભયકંર કાળમુખા માવઠાની આગાહી, જાણો ક્યારે અને ક્યાં ક્યાં વિસ્તારોમાં પડશે

Gujarat Weather Updates:- રાજ્યમાં ફરી નવા અતિ કાળમખા ભયકંર માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં શુક્રવારના રોજ અમદાવાદ સહિતના અનેક ભાગોમાં છુટા સવાયા છાંટા પડ્યા હતા. હવે હવામાન વિભાગ દ્વારા આવનારા ચાર દિવસોમાંથી બે દિવસ વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત વડોદરા, છોટાઉદેપુર જેવા અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓની સાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.




હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે તારીખ 8 અને 9 એપ્રિલ દરમિયાન હવામાન સૂકું રહશે તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી નવા અઠવાડિયા દરમિયાન ફરીથી માવઠું પડી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા રજુ કરવામાં આવી છે. તારીખ 10મી એપ્રિલ ના રોજ સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં અને બીજા અનેક વિસ્તારોમાં વરસાદ પાડવાની સંભાવનાઓ રહેલી છે.




તારીખ 11 એપ્રિલના રોજ ગુજરાતના પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ગીર સોમનાથ અને ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પર હાળવા થી લઈને ભારે વરસાદ થવાની સંભાવનાઓ રજુ કરવામાં આવી છે. અહીં હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ રાજસ્થાનમાં ઉદ્ભવેલ સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply