New Rules from 1st April, 2023:- માર્ચ મહિના માં ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેની સીધી અસર સામાન્ય નાગરિક પર થઇ હતી. અને હવે એપ્રિલ મહિના માં પણ ઘણા બધા નિયમો માં ફેરફાર કરવામાં આવશે તેવી આશા છે.
એપ્રિલ મહિના માં LPG, CNG, PNG ભાવોમાં ફેરફાર થઈ શકે છે, ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોમાં ફેરફાર,ગાડીઓ મોંઘી થઇ શકે છે, આવકવેરો, શેર બજાર, રોકાણ આ સિવાય એક એપ્રિલ પછી લિંક કર્યા વગરનું પાન ઈનએક્ટિવ થઇ જશે. બેંકોમાં પણ રાજાઓ આવશે.
1) LPG, CNG, PNG ના ભાવમાં થઇ શકે છે ફેરફાર
દરેક મહિનાની પ્રથમ તારીખે પેટ્રોલિયમ કંપનીઓ પોતાના ઓઈલ અને ગેસના ભાવમાં ફેરફારો કરતી હોય છે. એવું બની શકે છે કે આ મહિને પણ પેટ્રોલ, ડીઝલ વગેરેના ભાવોમાં જંગી ફેરફારો આવી શકે. LPG (રાંધણ) ગેસ સિલિન્ડર અને CNG કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ખાસો એવો ફેરફાર જોવા મળી શકે છે.
2) ગાડીઓ મોંઘી થઇ શકે છે
ઓટો કમ્પનીઓનો ખર્ચ BS 6ના બીજા ફેઝના ટ્રાન્ઝિશન સાથે સતત વધી રહ્યો છે, અને ઈન્ફલેશનને જોતા ગાડી નિર્માતા કમ્પનીઓ આ વધેલા ખર્ચને પોતાના ગ્રાહકો પર નાખી શકે છે આથી જો તમે 1 એપ્રિલ બાદ વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડી શકે છે.અહીં અમે તમને જણાવી દઈએ કે Honda, Maruti Suzuki, Tata Motors, Hero Motocorp જેવી મોટી મોટી કંપનીઓએ થોડાજ સમય પહેલા જાહેરાત કરી હતી કે તેઓ 1 એપ્રિલ બાદ પોતાની ગાડીઓના વેરિએન્ટ્સમાં ભાવ વધારો કરી શકે છે.
3) ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોમાં ફેરફાર
હવે થી દેશમાં પહેલી એપ્રિલનથી સોનાના એવાજ દાગીના અને કલાકૃતિઓનું વેચાણ કરી શકાશે જેના પર છ અંકોવાળા હોલમાર્ક અલ્ફાન્યૂમેરિક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) સંખ્યા નોંધાએલી હશે. આ ખાસ ગ્રાહકોના હિત ને ધ્યાને રાખીને આ નિયમ લેવામાં આવ્યો છે.
4) ઉચ્છા પ્રીમીયમવાળી વીમા પોલીસીઓ પર લાગી શકે છે ટેક્સ
જો તમારા વીમાનું પ્રીમીયમ એ વાર્ષિક કુલ 5 લાખથી વધુ હશેતો તેના પર ટેક્સ લાગી શકે છે. અહીં અમે જણાવી દઈએ કે હાલ સુધીમાં વીમા પર જે પણ કઈ કમાણી થતી એ સંપૂર્ણ પણે ટેક્સફ્રી જ હતી.
આ બધા નિયમો માં ખાસો એવો ફેરફાર જોવા મળશે આ સિવાય તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિના માં બંકો 15 દિવસ સુધી બંધ રહશે અને જે લોકો પણ શેર બજાર માં રોકાણ કરે છે તેવોને ડિમેટ એકાઉન્ટ 31 માર્ચ પહેલા નોમિનેશન કરવું જરૂરી છે જો આવું નહિ કરવામાં આવે તો તમારું ડિમેટ એકાઉન્ટ ફ્રીઝ પણ થઇ શકે છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.