Onion Price in Gujarat | Gujarat APMC Market Rates | Today Onion Rate in Gujarat
સરકારને માલુમ થાય કે આવી સહાયથી ખેડૂતોને મામા ન બનાવો
રાજ્ય સરકારે જાહેર કરેલ ડુંગળીમાં પ્રતિકિલ્લો રૂ.૨ની સહાયથી કોઈ ખેડૂતો રાજી નથી. જુનાગઢના કેશોદ પંથકના કેવદ્રા ગામના મૌલિકભાઈ હદવાણી એ કહ્યું હતું કે રૂ.૨ની સહાયથી ડુંગળી ઉગાડતા ખેડૂતોનું ભેગું થાય એમ નથી.

સરકારે ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવ ઉંચકાય એવા પ્રયત્નો કરવા જોઈએ. વેપારીઓને નિકાસ પ્રોત્સાહન આપો તો કદાચ બજારો અપ થાય. અમરેલીના કુકાવાવ તાલુકાના બાંટવા દેવડી ગામના અશોકભાઈ હિરાણી કહે છે કે આ વર્ષે દરેક ખેડૂતને રવિ ડુંગળીની પડતર જ પ્રતિકિલ્લો રૂ. ૧૮ થું ૨૩ની છે. આ વર્ષે ડુંગળીનો ખેડૂતોએ જાલિમ ખર્ચ કર્યો છતાં ધાર્યા મણિકા પેદા થયા નથી, એટકે કાયમ કરતા પડતર ઉંચી ગઈ છે, હવે માની લો કે ખરાબ નહી અને સારી પણ નહિ, મીડીયમ ડુંગળી બજારમાં મુકીએ એટલે એનો પ્રતિ ૨૦ કિલ્લો રૂ. ૧૦૦ થી ૧૪૦ ભાવ આવે છે.
ખેડૂતને પ્રતીકીલ્લો રૂ. ૫ થી ૭ મળે છે.એમાં સરકારની ૨ રૂપરડી સહાય ઉમેરો એટલે ખેડૂતોને રૂ. ૭ થી ૯ ઉપજે છે. સરકારને માલુમ થાય કે આવી સહાયથી ખેડૂતોને મામા ન બનાવો.
જામનગરના કાલાવડ તાલુકાના બામણગામના રમણીકભાઈ ગીનોયા તાજી વાત યાદ કરતા કહે છે કે એપ્રિલના પહેલા સપ્તાહ દરમિયાન ખુદ મહુવા યાર્ડના ચેરમેન ધનશ્યામભાઈ પટેલે જ મુખ્યમંત્રીને પત્ર દ્વારા જાન કરી હતી કે ડુંગળીમાં સરેરાસ ખેડૂતોને પ્રતિ ૨૦ કિલ્લો રૂ. ૨૩૦ (બારદાન, ભાડા સાથે યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ સહીત) જેવી પડતર થાય છે, ત્યારે ખેડૂતોને ૨૫૦ ઉપરના ભાવ ઉપજે તો જ પોષણક્ષમ ભાવ મળ્યા ગણી શકાય, ચૂંટણીઓ આવે છે એટલે સહાયના ખોટા ફીફા ન ખાંડો, ડુંગળીની ખુલ્લી બજારમાં ભાવ નધે એવા કોઈ પગલા લો, એટલે ભયો ભયો…!