You are currently viewing ટામેટા પછી હવે ડુંગળી સામાન્ય જનતાને રાત પાણીએ રોવડાવશે! આ કારણે ભાવોમાં થયો વધારો જુઓ અહીં ક્લિક કરીને

ટામેટા પછી હવે ડુંગળી સામાન્ય જનતાને રાત પાણીએ રોવડાવશે! આ કારણે ભાવોમાં થયો વધારો જુઓ અહીં ક્લિક કરીને

Onion Price:- ભારતમાં ટામેટાંના ભાવઓમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ ગયા બાદ હાલમાં વધુ એક શાકભાજીના લીધે લોકોને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરોમાં ડુંગળીની કિંમતમાં તોતિંગ વધારો નોંધાયો છે. અનેક વેપારીઓનું પણ કહેવાનું છે કે ચોમાસાના લીધે ડુંગળીના પુરવઠા પર અસર પડી છે, જેના લીધે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ડુંગળીના પુરવઠામાં ઘટાડો નોંધાઈ શકે છે.




સરકારી ચોપડાઓમાં નોંધણી પ્રમાણે છેલ્લા મહિનામાં મહારાષ્ટ્રના પાંચ પ્રદેશોમાં ડુંગળીના છૂટક ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેઓએ જણાવ્યું કે આ ભાવ એ ગયા વર્ષ ના ભાવ કરતા ઓછા છે. સરકારી ડેટા પ્રમાણે, દેશમાં વર્ષ 2020 ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 35.88 રૂપિયા હતી, 2021માં સરેરાશ છૂટક કિંમત 32.52 રૂપિયા હતી અને 2022માં તે 28.00 રૂપિયા પ્રતિ કિલો હતી. તે જ સમયે, વર્ષ 2023 માં ડુંગળીના ભાવ સ્થિર રહ્યા છે. તો બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આવનારા મહિનાઓમાં ડુંગળીની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે.




સરકારે લગભગ બે મહિના પહેલા ખેડૂતો પાસેથી લગભગ 0.14 મિલિયન ટન ડુંગળીનો સ્ટોક ખરીદ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એપ્રિલમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 2023-24ની સિઝન માટે 3 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખશે. અને છેલ્લી સિઝન 2022-23 માટે 2.51 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખવામાં આવી હતી. બીજી તરફ, ભારત સરકારે આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે 2021-22માં ડુંગળીનું ઉત્પાદન 31.69 મિલિયન ટનથી ઘટીને 31.01 મિલિયન ટન રહેવાનો અંદાજ છે




દેશભરમાં પહેલા ઉંચી ગરમી અને પછી અવિરત વરસાદને કારણે ટામેટાના ભાવને અસર થઈ છે. વરસાદ અને અતિશય ગરમીને કારણે પાક નિષ્ફળ જવાને કારણે ભારતમાં પુરવઠાની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં ટામેટાંના ભાવ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોથી 80 થી 100 રૂપિયા સુધી વધી ગયા છે. એટલે કે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. હવામાનના કારણે જથ્થાબંધ અને છૂટક બજારમાં ટામેટાં ઉપરાંત અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply