Online Passport Registration : એક દેશથી બીજા દેશમાં જો તમે જવાનું ઇચ્છતા હોવ તો તેના માટે તમારે પાસપોર્ટ ની પડે છે. પાસપોર્ટ એ કોઈ પણ દેશની સરકાર દ્વારા પોતાના નાગરિકોને જારી કરવામાં આવેલ એક અધિકૃત ડોક્યુમેન્ટ છે જે નાગરિકોને એક દેશથી બીજા દેશમાં મુસાફરી કરવા માટે ઉપયોગી થાય છે. લોકોની ઓળખની ચકાસણી, અને નાગરિકતાઓનો પુરાવો, એ વિદેશોમાં સુરક્ષાનો અધિકાર અને ત્યાંથી પાછા દાખલ થવાના અધિકારને પ્રમાણિત કરતુ હોય છે.
Passport Apply । પાસપોર્ટ માટે કરો આ રીતે એપ્લાય
અત્યારના સમયમાં પાસપોર્ટ દરેક નાગરિક પાસે હોવો ખૂબ જ જરૂરી હોય છે. ડિજિટાઈઝેશનના જમાના માં હવે તમે ભારતીય પાસપોર્ટ માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકો છો. ઘરે બેઠા સરળ સ્ટેપથી પાસપોર્ટ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો.
Online Passport Registration
1.સૌપ્રથમ તો પાસપોર્ટ સેવા કેન્દ્રના ઓનલાઈન પોર્ટલ પર જવાનું રહશે. ( અહીં ક્લિક કરો)
2.જો તમે પહેલી વખત અરજી કરતા હોવ તો નોંધણી (New Registration) પર ક્લિક કરવાનું રહશે.
3.બધીજ વિગતો ભર્યા બાદ રજીસ્ટર પર ક્લિક કરવાનું રહશે.
4.ત્યારબાદ હવે તમારે ફરીથી લોગીન પર ક્લિક કરવાનું રહશે..
5.”Apply for New Passport/Reissue of Passport” તે લિંક પર ક્લિક કરો.
6.હવે ફોર્મમાં જરૂરી બધીજ વિગતોને ભરો અને ત્યારબાદ સબમિટ કરો.
7. એપોઇન્ટમેન્ટને શેડ્યૂલ કરવા માટે “સેવ્ડ/સબમિટ કરેલી એપ્લિકેશન્સને જુઓ” સ્ક્રીન પરની “પે એન્ડ શેડ્યૂલ એપોઇન્ટમેન્ટ” લિંક આવશે તેના પર ક્લિક કરવાનું રહશે.
8.પછી તમારા એપ્લિકેશન રેફરન્સ નંબર (ARN) / એપોઇન્ટમેન્ટ ધરાવતી અરજીની જે રસીદ છે તેને છાપવા માટે “પ્રિન્ટ એપ્લિકેશન રસીદ” પર ક્લિક કરો.
9.હવે જયારે પણ પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેતા હોવ ત્યારે એપોઇન્ટમેન્ટની વિગતો સાથેનો SMSને પણ એપોઇન્ટમેન્ટના પુરાવા તરીકે જ સ્વીકારવામાં આવતો હોય છે.
10.છેલ્લે તમારે પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) / પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસ (RPO) ની મુલાકાત લેવાની રહશે જ્યાંથી તમને રિયલ ડોક્યુમેન્ટ સાથે ભૌતિક ચકાસણી માટે એપોઇન્ટમેન્ટ બુક કરવાની રહશે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.