Red Banana Farming:– ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં શેરડીવદર ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે. તેઓ 30થી વધુ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું છે. અને 7 અલગ પ્રકારના કેળાનું પણ વાવેતર કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
પ્રગતિસીલ ખેડૂત નરવણસિંહ ગોહિલે જણાવ્યું કે તેઓ એક વર્ષમાં 4 ટનથી પણ વધુ કેળાનું ઉત્પાદન કરી રહ્યા છે અહીં તેઓ જે કેળાનું વાવેતર કર્યું છે જેમાં એલચી કેળાનો ભાવ માર્કેટમાં પ્રતિ કિલો 150 રૂપિયા મળે છે તેમજ લાલ કેળાનો ભાવ તેઓને પ્રતિ કિલ્લો 100 રૂપિયા મળે છે અને સાદા કેળાનો ભાવ પ્રતિ કિલો 50 રૂપિયા મળી રહ્યો છે.
તેઓએ માત્ર 8 ધોરણ સુધીનોજ અભ્યાસ કર્યો છે છતાં પણ તેઓ સારા સારા નોકરિયાતો કરતા પણ વધુ કમાણી કરી રહ્યા છે. તેઓ અલગ અલગ જગ્યાઓ પર જઈને પ્રાકૃતિક ખેતી અને બાગાયતી ખેતી વિશેની માહિતી મેળવી હતી. ત્યારબાદ તેઓએ પોતાની 15 વીઘા જમીનની પર 30થી પણ વધુ અલગ અલગ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું છે અને લાલ કેળા, એલચી કેળા તેમજ તેઓએ બીજા પણ અલગ અલગ પ્રકારનાં કેળાઓનું વાવેતર કર્યું છે અને લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે.
તેઓને આત્મા પ્રોજેક્ટ સાથે અને બીજા અનેક બાગાયત વિભાગ દ્વારા પુરસ્કારોથી સન્માનિત કરાયા છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.