પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ઉત્તર હિંદ મહાસાગરમાં વરસાદનો જમાવડો છે. સમુદ્રનું તાપમાન જ્યાં ઊંચું છે તેમજ જ્યાં નીચા તાપમાન વાળા સમુદ્રનાં તાપમાન વધશે. જેથી અરબ સાગરમાં પવનોને મજબૂત કરે છે. 9 થી 12 કિમીની હવામાન ટોપર ઝોન સાનુકૂળ થતાં વાદળો બનતા વિશિષ્ટ પ્રકારનું રહેશે.
27,28 પશ્ચિમ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આજે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થશે. હજી ગુજરાતમાં સારા વરસાદનાં સંજોગો બને છે. 26,27,28 પશ્ચિમ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે. મુંબઈ તેમજ મહારાષ્ટ્રમાં 400 મીમી વરસાદ થશે. જ્યારે આહવા, ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે
27 જુલાઈ થી 5 ઓગષ્ટમાં દક્ષિણ અને પશ્ચિ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ થશે. ઉત્તર મધ્ય ગુજરાતનાં ભાગોમાં અને પંચમહાલ વરસાદની શક્યતા છે. 26 જુલાઈએ ઓરિસનાં ડીપ ડિપ્રેશન બનશે જે મજબૂત થઈને પશ્ચિમ ઘાટ તરફ જવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. તેમજ નર્મદા અને તાપી જળસ્તરમાં વધારો રહેશે. બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિકિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં વરસાદની શક્યતા છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.