Gujarat monsoon: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ તથા હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસાને લઈને અનેક આગાહીઓ કરી છે. તો બીજી તરફ હવામાનના નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ ચોમાસું રાજ્યમાં વિધિવત કઈ તારીખે થી બેસસે તે વિષે એક મોટી આગાહી કરી છે. ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ ક્યારે થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનારા અઠવાડિયાથી એટલે કે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં અનરાધાર સાથે ચોમાસાનું વિધિવત આગમન થશે તેવી સંભાવનાઓ રજુ કરવામાં આવી છે.
તો બીજી બાજુ ગુજરાતના ઉભરી આવતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અત્યારે ચોમાસું એ ગોવાથી આગળ નીકળી ગયુ છે. પરંતુ આ વર્ષે વાવાઝોડાના લીધે ચોમાસુ ખુબજ ઘણું નબળું પડ્યુ જોકે, પરંતુ તેઓએ કહ્યું કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ ઉત્પન્ન થઇ છે. આ સિસ્ટમ બનાવને લીધે તે ઉત્તર પશ્ચિમ સુધી ગતિ કરે તેવું અનુમાન છે.તેઓએ જણાવ્યું કે જો આ સિસ્ટમ એ ગુજરાત સુઘી પહોંચે તો ગુજરાતમાં વરસાદનો ખુબજ મોટો રાઉન્ડ આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે.
આ સિસ્ટમના લીધે ચોમાસુ એ આવનારા 36થી લઈને 48 કલાક દરમિયાન ગોવામાંથી ઝડપથી આગળ વધે તેવી શક્યતાઓ રહેલી છે..
પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ગુજરાતના વલસાડ જિલ્લામાં તારીખ 22 જૂનથી લઇને તારીખ 25 જૂન દરમિયાન ગમે ત્યારે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી સંભાવનાઓ રહેલી છે.તેઓએ વધુમાં કહ્યું કે આ વખતે ચોમાસું આવશે તો ચોમાસાની શરૂઆત ધીરી રહેશે. જોકે, બીજી બાજુ તેઓએ કહ્યું કે ચોમાસું એ તારીખ 28 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને આવરી લેશે.
આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.