You are currently viewing પરેશ ગોસ્વામીની ટાંટિયા ધ્રુજાવી નાખે તેવી આગાહી, આ જિલ્લાઓ માં બારેમેઘ ખાંગા જુઓ અહીં ક્લિક કરીને

પરેશ ગોસ્વામીની ટાંટિયા ધ્રુજાવી નાખે તેવી આગાહી, આ જિલ્લાઓ માં બારેમેઘ ખાંગા જુઓ અહીં ક્લિક કરીને

Paresh goswami scary predictions:- રાજ્યના હવામાન વિભાગ દ્વારા અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ રાજ્યમાં ભારેથી અતિભારે અને તોફાની મૂડમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં અતિથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ તથા ઉત્તર ભાગમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. (IMD)




હવામાન વિભાગે કલર કોડ પ્રમાણે આગાહી કરીને કયા જિલ્લામાં કેવો વરસાદ થઈ શકે છે તેની આગાહી કરી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં તો અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 7, 8 અને 9 જુલાઈ ગુજરાત માટે ભારે રહી શકે છે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. અહીં તમને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે વિગતો જણાવવામાં આવી છે.

તારીખ 8મી તારીખ ગુજરાત માટે ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના જામનગર અને ભાવનગર સિવાયના ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ દિવસ આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. (IMD)




તારીખ 9મી જુલાઈએ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ, પાટણ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના જામનગર અને મોરબી સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાના જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. (IMD)

આ તારીખથી વરસાદના જોરમાં ઘટાડો થવાની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ વરસાદ હળવો થઈ જવાની સંભાવના છે. પરંતુ કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. (IMD)

11મી તારીખની હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે પરંતુ તે બનાસકાંઠા અને પાટણ માટે જ છે. આ સિવાયના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે પરંતુ જોર ઘણું ઘટી જશે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીનું કારણ આપતા અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બનેલું છે, આ સાથે ઓફશોર ટ્રોફ પણ એક્ટિવ છે જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ સિવાય પૂર્વપશ્ચિમનું શિયર ઝોન પણ આગળ વધવાની શક્યતાઓ છે જેની અસર પણ ગુજરાત પર રહેશે. (IMD)

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply