Pashu Khandan Sahay Yojana 2022 । Gujarat Pashu Khandan Yojana । I Khedut Portal । Khandan Sahay Yojana । I Khedut Pashu Palan Sahay Yojana
[lwptoc title=”પશુ ખાણદાણ સહાય યોજના મુખ્ય મુદ્દાઓ”]ભારત એ ખેતી પ્રધાન દેશ છે. અહીં ખેડુતો અને પશુપાલન બંને એકબીજા સાથે જોડાયેલા છે, આથી જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બન્ને ખેડૂતોના વિકાસ માટે અવનવી સહાય યોજનાઓ અમલમાં લાવતી હોઈ છે.
જેમ કે ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરે યોજનાઓ અમલમાં લાવતી હોઈ છે.
ત્યારે આપણા રાજ્યની Government Of Gujarat દ્વારા આ બધી જ યોજનાઓની માહિતી અને અરજી માટેના ફોર્મ સરળતાથી ખેડૂતોને મળી રહે તે માટે I Khedut Portal ને બનાવવામાં આવ્યું છે.
આ I Khedut Portal પર અત્યારે પશુપાલનની યોજનાઓમાં પશુ ખાણદાણ સહાય યોજના માટેની અરજી ના ફોર્મ ઓનલાઇન ભરવામાં આવી રહ્યાં છે.
આ આર્ટીકલ ના માધ્યમથી અમે આપને જણાવીશું કે આ યોજનાના ફોર્મ ઓનલાઇન કેવી રીતે ભરી શકાય છે, અને આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે.
Pashu Khandan Sahay Yojana 2022
નબળી આર્થિક સ્થિતી ધરાવતા પશુપાલકો પોતાના પશુઓને સારી ગુણવત્તાવાળો આહાર ન આપવાને કારણે પશુઓના દૂધમાં દિવસેને દિવસે ઘટાળો જોવા મળતો હોઈ છે.
આથી આપણા રાજ્યની ગુજરાત સરકાર આવા પશુપાલકો પોતાના પશુઓને સારી ગુણવત્તાવાળું પશુદાણ આપી શકે અને આર્થિક રીતે સભર બને તે હેતુ થી આ સહાય યોજના અમલમાં લાવી છે.
ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ પશુપાલક દીઠ એક પશુના વિયાણ પર વર્ષમાં એક વખત લાભ મળવા પાત્ર થશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.
આ યોજનાનો લાભ એવા પશુપાલકો ને મળશે જે પોતાના વિસ્ત્તારની દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય અને તેમના પશુઓ જેમકે ગયા – ભેંસ કે અન્ય પશુ વિયાણ થયેલ હોય તેમને 50% કિંમતે પશુદાણખાણ યોજનાનો લાભ મળશે.
આ યોજનાના ફોર્મ તારીખ :- 1/05/2022 થી 31/5/2022 સુધી I Khedut Portal ની ઓફિશ્યિલ વેબસાઈટ પરથી ભરી શકાશે.
યોજનાનું નામ | પશુ ખાણદાણ સહાય યોજના |
અરજીના ફોર્મ ભરવા માટેની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આ યોજનાનો ઉદેશ્ય | રાજ્યના પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાનો |
આ યોજનાના લાભાર્થી | ગુજરાત રાજ્યના પશુપાલકો |
યોજનાની સહાય રકમ | પશુદાણ ની ખરીદી પર 50% સુધીની સહાય યોજના |
અરજી માટેના ફોર્મ ભરવાની ઓફિશ્યિલ વેબસાઇટ | https://Ikhedut.gujarat.gov.in |
અરજી કરવા માટેની છેલ્લી તારીખ | 31/05/2022 ઓનલાઇન I Khedut Portal પર અરજી કરી શકાશે. |
અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
- લાભાર્થિ દીઠ કુલ ૨૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
- વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. યોજનાના જીલ્લા વાર લક્ષ્યાંક માટે નીચે ક્લિક કરો.
- લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૧૦૦% લેખે સહાય
- પશુપાલક (કુટુંંબ)દીઠ એક પશુના વિયાણ પર વર્ષમાં એક વખત લાભ મળવા પાત્ર થશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.
પશુ ખાણદાણ સહાય મેળવવા માટેની પાત્રતા
- આ સહાય મેળવવા ઇચ્છતો અરજદાર ખેડૂત અથવા પશુપાલક હોવા જોઈએ.
- પશુપાલક પાસે ગાય – ભેંસ કે અન્ય પ્રાણી હોવા જોઈએ.
- ગાય – ભેંસ કે અન્ય પ્રાણી વિયાણ થયેલ હોવા જોઈએ.
- આ યોજનાનો લાભાર્થી દૂધ ઉત્પાદક મંડળીનો સભ્ય હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ નબળા (EWS), OBC, અનુસૂચિત જનજાતિ, અને સામાન્ય જાતિના લોકોને મળશે.
- વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. યોજનાના જીલ્લા વાર લક્ષ્યાંક માટે નીચે ક્લિક કરો
પશુ ખાણદાણ યોજના માટેના જરૂરી Document
- પશુપાલકના રેશનકાર્ડની ઝેરોક્ષ
- પશુપાલકના આધારકાર્ડની ઝેરોક્ષ
- અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જન જાતિ (અસે.ટી) નું પ્રમાણ પત્ર
પશુ ખાણદાણ સહાય યોજના માટેની રજીસ્ટ્રેશન પ્રોસેસ
- ગુજરાત રાજ્યના પશુપાલકોએ સૌપ્રથમ Google પર I Khedut લખીને સર્ચ કરવાનું રહશે.
- હવે Screen પર I Khedut ની ઓફિશ્યિલ વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહશે.
- I Khedut ની ઓફિશ્યિલ વેબસાઈટ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવાનું રહશે.

- “યોજના” વાળુ પેજ ખુલ્યાબાદ તેમાં 2 નંબર ની “પશુપાલનની યોજના” પર ક્લિક કરવાનું રહશે.

- હવે આ “પશુપાલનની યોજના” પર ક્લિક કર્યા બાદ તમે તેમાં જ્ઞાતિ અનુસાર “પશુપાલકોના પશુઓ માટે ખાણદાણ ખરીદી પર સહાય” યોજના માં “અરજી” પર ક્લિક કરવાનું રહશે.

- ત્યારબાદ Screen પર એક નવું પેજ ઓપન થશે જેમાં તમે રેજિસ્ટર અરજદાર પશુપાલક છો? જો અગાઉ રેજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” નહિ તો “ના” પર ક્લિક કરવાનું રહશે.
- અહીં જો પશુપાલકે રેજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કર્યા પછી ઓનલાઇન અરજી કરવાની રહશે.
- અને જો પશુપાલકે I Khedut Portal પર રેજીસ્ટ્રેશન કરેલ ના હોય તો ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહશે.
- લાભાર્થી પશુપાલકે તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચન કર્યા બાદ જ એપ્લિકેશન ફોર્મ સેવ કરવું.
- પશુપાલકો આ એપ્લિકેશન ના આધારે પ્રિન્ટ મેળવી શકે છે.
- આ પ્રિન્ટ ક્ધયાબાદ નજીકના દૂધ ઉત્પાદક મંડળીના તથા સંબધિત અધિકારીના સહી સિક્કા કરાવાના રહશે.
- પ્રિન્ટ મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવાનું રહશે.