Peanut Oil Price । Groundnut Oil price 15kg today । Groundnut Oil price । Peanut Price । Groundnut Oil
ખેડૂત બગલમાં થેલી નાખીને મગફળીનું બીજ શોધવા નીકળશે, ત્યારે બજારને ઓર તેજીનો રંગ લાગશે.
એક તો સિંગતેલ ખાવા તરફની જાગ્રતી આવવાથી થોડી ડિમાન્ડ વધી રહી છે, એમાંય ગામડે ગામડે દરણા દળવાની મીલોની જમ મીની ઘાણા ઉભા થયા છે. આમ સમાજમાં એક વર્ગ એવો પણ ઉભો થયો છે કે એને રિફાઇન્ડ તેલ કરતાં મીની ઘાણામાં નીકળતું શુધ્ધ સિંગતેલ ખપે છે. સિંગતેલમાં સતત પાંચેક દિવસથી કરંટ આવ્યો છે. સિંગતેલનો કરંટ સીધ્ધો જ મગફળીને લાગે છે. સિંગતેલને સૌથી મોટો સપોર્ટ સાઇડ ખાધતેલનો છે. દરેક સ્થાનીકેના કે આયાતીખાધતેલ મોંઘા થયા છે, ત્યારે સિંગતેલનો શું વાંક ?

મે-૨૦૨૧માં સિંગતેલ લૂઝ રૂ.૧૫૦૦ હતા, તે ૧૮, એપ્રિલે વધીને રૂ.૧૬૦૦ની સપાટી હાંસલ કરી છે. છેલ્લા પાંચ દિવસમાં રૂ.૬પનો વધારો થઇ સિંગતેલ ડબ્બો રૂ.૨૮૦૦૦ની સપાટીથી બહું દુર રહ્યો નથી. પગલે પગલે મગફળીની બજાર પણ સુધરી રહી છે. ઘણા કહે છે કે ઉનાળું મગફળીનો પાક આવ્યા ટાંણે બજારો કદાચ નરમ પડશે. એ વાતમાં એટલું બધું તથ્ય લાગતું નથી.
ડિમાન્ડ સામે ઉનાળં મગકળી આવીઆવીને કેટલી આવે ? સરકારે ખરીદેલ ટેકાની મગફળી બજારમાં ઠલવાય તો કદાચ સુધરતી બજારને ધક્કો લાગી શકે છે. બાકી તો મે મહિનો શરૂ થવા દો. ખેડૂત બગલમાં થેલી નાખીને મગફળીનું બીજ શોધવા નીકળશે, ત્યારે બજારને ઓર તેજીનો રંગ લાગશે. સરકારના ઘણા પ્રયત્નો છતાં સિંગતેલના ભાવ કાબુમા લઇ શકી નથી. મગફળીની માંગ સામે પુરવઠાનાસંજોગો જ એવા છે કે સરકારના કોઇ પગલા કારગત નીવડવાના એંધાણ દેખાતા નથી.