Petrol Pump:- આપણે જયારે પણ પેટ્રોલ અથવા ડીઝલ ભરાવવા માટે જતા હોઈએ છીએ ત્યારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નયતર આપણે પણ છેતરપિંડીનો શિકાર બની જતા હોઈએ છીએ.
આપણે ઘણી વાર સમાચાર માં જોતા હોઈએ છીએ કે પેટ્રોલ પંપ પર વાહનમાં પેટ્રોલ-ડીઝલ નખાવતી વખતે લોકો અવારનવાર છેતરપિંડી નો ભોગ બની જતા હોય છે. ક્યારેક પેટ્રોલ-ડીઝલના નિર્ધારિત જથ્થા કરતાં ઓછી માત્રામાં પેટ્રોલ ડીઝલ મળતું હોય છે તો ક્યારેક પૈસામાં થોડી ઘણી હેરાફેરી થઇ જતી હોય છે.
આપણી કાર, સ્કૂટર અથવા બાઇકમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવામાં આપણામાંથી ઘણા લોકો આવી છેતરપિંડીનો ભોગ બની ગયા હશે. આવી પરિસ્થિતિમાં આપણે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી હોય છે. આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવીશું જેનાથી તમે છેતરપિંડીનો શિકાર ન બનો.
પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે ધ્યાનમાં રાખો કે ફ્યુઅલ ફિલિંગ પંપનો કર્મચારી તમારી આગળના ગ્રાહકના વાહનમાં પેટ્રોલ ડીઝલ ભર્યા પછી મશીનને શૂન્ય કરે છે કે નહીં. જો કર્મચારીએ આવું ન કરે, તો તરત જ તેને પેટ્રોલ ડીઝલ ભરવાથી અટકાવો અને તેને આમ કરવા કહો. આ સિવાય પેટ્રોલ પંપ પાસે ઉભા રહીને સેલ્સમેન શું કરી રહ્યો છે તેની તમામ ગતિવિધિઓ પર ખાસ નજર રાખો..
પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો દર્શાવવીએ ખુબજ જરૂરી હોય છે. આનાથી ગ્રાહકને દરરોજના પેટ્રોલ ડીઝલના ભાવો વિશે માહિતી મળી રહે. આ ભાવ કરતા વધુ ભાવ માં પેટ્રોલ ડીઝલ વેચવાની ડીલરને વેચવાની મંજૂરી હોતી નથી. જ્યારે પણ તમે પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યા છો ત્યારે ડીલર દ્વારા લેવામાં આવેલી કિંમતને ડિસ્પ્લે પર દર્શાવેલી કિંમત સાથે એક વાર જરૂરથી મેચ કરીલો. આ સિવાય તમે જે પેટ્રોલ ડીઝલ લો છો તેની રિસીપ લેવાનું ભૂલતા નહિ.
અમુક પેટ્રોલ પંપ વાળા ભેળસેળ યુક્ત પેટ્રોલ ડીઝલ વેંચતા હોય છે. જેની સીધી અસર તમારા વાહન ના એન્જિન પર થતી હોય છે. આનાથી બચવા માટે તમે બજાર માં મળતા ફિલ્ટર પેપરનો ઉપયોગ કરીને તમે સરળતાથી ચકાસી શકો છો. તેના માટે તમારે પેટ્રોલના થોડા ટીપા ફિલ્ટર પેપર પર નાખવાના રહશે જો પેટ્રોલ શુદ્ધ હશે, તો તે કોઈપણ ડાઘ છોડ્યા વિના તરતજ બાષ્પીભવન થઇ જશે.અને જો પેટ્રોલ ભેળસેળ વાળું હશે તો તે અમુક ડાઘ છોડી જશે.
આ સિવાય તમે નીચે વિડિઓ માં દર્શાવેલ માહિતીને પણ ખાસ ધ્યાન થી ફોલ્લો કરજો.
મિત્રો આ માહિતીને તમારી પાસે રહેલા બધાજ વોટ્સએપ ગ્રૂપમાં જરૂરથી સેર કરજો જેથી બીજા લોકો પણ છેતરપિંડીનો શિકાર ન બને.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ખાસ નોંધ: અમે વિવિધ પોર્ટલ ના માધ્યમ થી માહિતી એકત્રિત કરીને આપની સમક્ષ લાવતા હોઈએ છીએ. આ માહિતી આપવાનો અમારો એક માત્ર ઉદેશ્ય છે કે લોકોને ઘરે બેઠા દેશ અને દુનિયાની બધીજ જાણકારી મળી રહે. જે કાઈ પણ માહિતી sarkarisahayyojana.com પર લખવામાં આવે છે તે બીજા પોર્ટલ માંથી લેવામાં આવતી હોઈ છે આથી અમે કોઈ પણ જવાબદારી લેતા નથી. જો તમારે તે માહિતી વિશે વધુ જાણવું અથવા કોઈ પણ વસ્તુ લેવી હોઈ તો તેની ઓફિશ્યિલ વેબસાઇટ અથવા રૂબરૂ મુલાકાત લઈને પછીજ કોઈ પણ નિર્ણય લેવો.