PM Kisan Samman nidhi: આ ખેડૂત યોજના અંતર્ગત એવા જ ખેડૂત પરિવાર કે જે રુપિયા મેળવી શકે છે જેમના નામે જમીન નોંધાયેલી હોય પરંતુ શું તે ખેડૂત તેના પિતાના નામે જમીન હોય તો દીકરાને 6000 રુપિયાની સહાયનો હપ્તો મળે ખરી?
1 PM Kisan Samman Nidhi:
જગતના તાત કિશાનને આર્થિક મદદ કરવા માટે સરકાર શ્રી એ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Yojana) ચલાવે છે. ફેબ્રુઆરી મહિનામાં આ યોજના હેઠળ ખેડૂતોને 13મો હપ્તો જાહેર પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે 14મા હપ્તાના પૈસા જાહેર કરવામાં પણ આવી શકે છે. તેમજ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ભારતના નાના ખેડૂતોને કુલ 6 હપ્તામાં પૈસા પણ બેન્કના ખાતામાં આપે છે. તેમજ કિશાનને વાર્ષિક 6,000 રૂપિયાની સહાયતા પણ આપવામાં આવે છે. ખેડૂતોનો નાનો તથા મોટો ખર્ચો પણ નીકળી શકે. આવા અમુક કારણો ને લીધે ખેડૂતોને બે-બે હજારનો હપ્તો પણ આપવામાં આવે છે.
2 કયા ખેડૂત અરજી કરી શકે છે?
આ ખેડૂત યોજના હેઠળ તે ખાસ કેટેગરીમાં આવતા જ ખેડૂતોને જ આ લાભ મળી શકે છે. આ હપ્તા માટે ખેડૂતોએ ઓનલાઇન એપ્લાય કરવાનું રહે છે. કિશાનની જમીન, આવકના સ્ત્રોત તેમજ અમુક મર્યાદાને ધ્યાનમાં રાખીને અમુક પાત્રતા નક્કી કરવામાં આવે છે. આ સહાય યોજના હેઠળ જે ખેડૂત મિત્ર પોતાની જમીન પર ખેતી કરીને આવક મેળવી રહ્યા છે, તે પરિવારના ખેડૂત અરજી કરી શકે છે. તે બધું ધ્યાનમાં રાખી અમુક માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે.
3 કોના નામે જમીન રજિસ્ટર્ડ છે?
તમારી જમીન કોના નામે રજિસ્ટર્ડ છે? આ ખેડૂત યોજના હેઠળ જે ખેડૂત ફોર્મ ભર્યું હશે અને જે વ્યક્તિ ના નામની જમીન રજિસ્ટર્ડ છે, તેની પાત્રતા પર ખુબજ વધુ અસર થાય છે. તમે પોતે ખેતી કરી રહ્યા છો, પરંતુ તમેં ખેતી કરો એ ખેતર તમારા પિતા અથવા દાદાના નામ પર છે, તો તમે આ સહાય યોજના હેઠળ અરજી કરી શકશો નહીં.અરજી કરવા માટે જમીન તમારા પોતાના નામ પર જ હોવી જોઈએ.
4 આ લોકો નથી કરી શકતાં દાવો
તમારા પિતા અને દાદાએ તમને વારસામાં જમીન આપી છે, તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો.ઘણા ખેડૂતો બીજા લોકોની જમીન પર ખેતી કરતા હોઈ છે અને ઉત્પાદન માંથી પાકને માલિક સાથે સરખા વહેંચી લે છે. આવું કરનારા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરીજ નહીં શકે.
5 પીએમ કિસાન યોજના હેઠળ કોણ કોણ અરજી નહીં કરી શકે?
– સંસ્થાગત જમીન ધરાવતા બધાજ ખેડૂત
– સંવૈધાનિક પદ પર પૂર્વ તથા વર્તમાનમાં નિયુક્ત થયેલા ખેડૂત પરિવાર
– તેમજ સાંસદ, ધારાસભ્ય, નગર નિગમ અથવા જિલ્લા પંચાયતમાં રહેલા કોઈ પણ ખેડૂત પરિવાર
– કેન્દ્ર તથા રાજ્ય સરકારના કર્મચારી તેમજ પબ્લિક એન્ટરપ્રાઈઝિસ તથા બધા સાથે જ જોડાયેલ સંસ્થાના કર્મચારી અથવા તો સરકારી નીકરી માંથી રિટાયર્ડ કર્મચારી
6 આ લોકો પણ સહાય યોજનામાં નથી કરી શકતાં અરજી
– સૌપ્રથમ તો નિવૃત્ત તથા સુપરએનુએટેડ પેન્શનર્સ, જેમને એક મહિનાનું રૂ.10,000 અથવા તેનાથી વધુ મહિનાનું પેન્શન મળે છે.
– કોઈ પણ ખેડૂતોએ અસેસમેન્ટ યરમાં ઈન્કમટેક્સ અથવા તો રિટર્ન ફાઈલ કરેલું હોય તે ખેડૂત
– તેમજ રજિસ્ટર્ડ ડૉકટર્સ,એન્જિનિયર્સ, લોયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા આર્કિટેક્ટ્સ તથા પ્રેક્ટીસ કરતા ઉમેદવાર આ સહાયનો લાભ મેળવી સકતા નથી . .
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.