Post Office Gram Surksha Yojana (પોસ્ટ ઓફીસ ગ્રામ સુરક્ષા યોજના) થકી તમે ઓછા રોકાણ માં વધુ નફો મેળવી શકો છો. ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સમૃદ્ધ બનાવવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા 50 રૂપિયા દરરોજ એટલે કે 1500 રૂપિયા પ્રતિ મહિના ના રોકાણ પર તમે 35 લાખ સુધીનું રિટર્ન મેળવી શકો છો.
પોસ્ટ ઓફીસ ગ્રામ સુરક્ષા યોજના
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં જેટલા પણ લોકો રહે છે તેઓ પોતાની વૃદ્ધ વસ્થા માં કોઈની લાચારી ન રાખવી પડે તે માટે આવી યોજનાઓ લાવતી હોઈ છે. આ યોજના નો લાભ 19 વર્ષ થી 55 વર્ષની ઉંમરના કોઈ પણ લોકો લઇ શકે છે..
આ યોજનાનો લાભ ખેતી કરતા ખેડૂતો, સુતાર કામ કરતા હોઈ તે, લુવાર કામ કરતા હોઈ તે, મોચી પાનું કરતા હોઈ તે, કોઈ મજૂરી કરતા હોઈ તે, દરજી પાનું કરતા હોઈ તે, આવા બધાજ લોકો જે દિવસના ખુબજ મહત્તમ રૂપિયા કમાતા હોઈ અને તે પણ ચાહતા હોઈ કે આપણી પાસે પણ એક દિવસ લખો રૂપિયા હશે તો તેવા લોકોને આ યોજનામાં જરૂરથી અરજી કરવી જોયે.
આ યોજના માં તમે જયારે અરજી કરો છો ત્યારે તમને અમુક વિકલ્પો આપવામાં આવે છે જેમાં જણાવેલ હોઈ છે કે તમે આ યોજનાનું પ્રિમયમ કેટલા સમય ગાળામાં ભરવા માંગો છો જેમાં તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક એ રીતે ભરી શકો છો.
પોસ્ટ ઓફીસ ગ્રામ સુરક્ષા યોજના માંથી રૂપિયા ક્યારે મળે.
આ યોજના જો તમે 19 વર્ષે થી 1500 રૂપિયાનું દર મહિને રોકાણ કરવા લાગો છો તો તમને 55 વર્ષની ઉંમરે 31 લાખ ને 60 હાજર રૂપિયા મળે છે. 58 માં વર્ષે તમને 33 લાખ 40 હાજર રૂપિયા મળે છે અને જયારે તમે 60 વર્ષની ઉંમરના થાવ છો ત્યારે જો તમે પૈસા ઉપાડો છો તો તમને 34.60 લાખ રૂપિયા મળશે. અને જો તમે 80 વર્ષે જ પૈસા ઉપાડવા માંગો છો તો તમને 35 લાખ રૂપિયા મળે છે.
આ યોજના માં કેવી રીતે એપ્લાય કરવું
Post Office Gram Surksha Yojana (પોસ્ટ ઓફીસ ગ્રામ સુરક્ષા યોજના) એપ્લાય કરવા માટે સૌપ્રથમ તમારું પોસ્ટ માં ખાતું હોવું જરૂરી છે તોજ તમે આ યોજના માં એપ્લાય કરી શકો છો, જો તમારું ખાતું પોસ્ટ ઓફિસ માં હોઈ તો તમારે તમારા નજીક ના પોસ્ટ ઓફિસ પર જઈને તમારે પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના વિશે પૂછશો એટલે તે તમને બધીજ માહિતી આપશે અને સાથે સાથે તમને એક અરજી ફોર્મ પણ આપશે જેને તમારે ભરીને ત્યાંજ આપવાનું રહશે.
આ પછી તમારે દર મહિને આ યોજનાનું પ્રીમિયમ ભરવાનું રહશે.
જો તમારે પણ 5 લાખ સુધીની લોન મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને મેળવો સંપૂર્ણ માહિતી.
આજ ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી