You are currently viewing Potato Digger Machine Subsidy Scheme 2022 । પોટેટો ડીગર મશીન સહાય યોજના

Potato Digger Machine Subsidy Scheme 2022 । પોટેટો ડીગર મશીન સહાય યોજના

Potato Digger Machine Subsidy Scheme 2022 । I Khedut Portal । Gujarat Government Agriculture Scheme । બટાકા કાઢવા માટેના મશીન પર સહાય યોજના

આપણા દરરોજના શાકભાજીઓમાં સૌથી વધુ ખવાતું જો કોઈ શાકભાજી હોઈ તો તે છે બટાટા આમ તો બટાટા ને શાકભાજીઓનો રાજા પણ કહેવામાં આવે છે.

બટાટાનું વાવેતર આપણા ભારત દેશમાં ખુબજ મોટા પ્રમાણ માં થાય છે અને એમાં પણ આપણા રાજ્ય ગુજરાતના બનાશકાંઠા જિલ્લાના દિશા તાલુકામાં બટાટાનું વાવેતર ખુબજ મોટા પ્રમાણ માં થાય છે. બટાકા એ મુખ્યત્વે રવિ સિઝનનો પાક છે. બટાટા માં ઘણા બધા પોષકતત્વો અને વિટામિન રહેલા હોય છે. જેમ કે કાર્બોહાઇડ્રેટ, મેગનેશિયમ, વિટામિન C, વિટામિન B-6, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે આવેલા હોય છે.

બટાટાની ખેતી ઘણી જ લાભદાયક હોવાથી વધુને વધુ ખેડૂતો આ ખેતી તરફ વળે તે માટે ગુજરાત સરકાર વિવિધ પ્રકારની સહાય યોજનાઓ અમલમાં લાવતી હોય છે.

જેમ કે રોટાવેટર સહાય યોજના, દવા છાંટવાના પમ્પની સહાય યોજના, માલ વાહક સહાય યોજના, ટેકટર સહાય યોજના, વગેરે સહાય યોજનાઓ અમલમાં લાવતી હોય છે.

આજના આ લેખમાં અમે આપને આવીજ એક સહાય યોજના પોટેટો ડીગર વિશે માહિતી આપીશું તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

પોટેટો ડિગર મશીન સામાન્ય રીતે બટાટા ને જમીનમાંથી કાઢવા માટે ઉપયોગી થતું હોય છે.

આ મશીનના ઉપયોગથી ખેડૂતોના પૈસા અને સમય નો પણ બચાવ થતો હોય છે.

Potato Digger Machine Subsidy Scheme 2022

Government Of Gujarat ના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના પાક ઉત્પાદન વધારવા અને ખેતીમાં સમય અને પૈસાનો વ્યય ઓછો થાય તે હેતુ થી સાધનોની ખરીદી પર સરકાર સબસીડી આપી રહી છે.

જે ખેડૂતો બટાટાની ખેતી કરે છે તેવા ખેડૂતો માટે પોટેટો ડીગર મશીન પર સબસીડી આપવામાં આવી રહી છે. આ યોજનાને તા:- 21/02/2022 ના રોજ I Khedut પર અમલમાં મુકવામાં આવી હતી.

આ યોજના દ્વારા સામાન્ય ખેડૂતો માટે: ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે

ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે•ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા: કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

પોટેટો ડીગર યોજનાની પાત્રતા

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પોટેટો ડીગર મશીનની ખરીદી કરવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

  • ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • પોટેટો ડીગર યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે પોટેટો ડીગર યોજનાના ઘટક એમ્પએન્લમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહશે.
  • લાભ લેવા માંગતો ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાનત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • આ યોજનાની ઓનલાઇન અરજી ખેડૂતોએ I Khedut Portal પરથી કરવાની રહશે.

Required Document Of Potato Digger Machine Scheme

ખેડૂતોને Ikhedut Portal પર ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • 7-12 ની નકલ
  • રેશન કાર્ડની ઝેરોક્ષ
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • જે ખેડૂતો એસ. સી, એસ. ટી જ્ઞાતિના હોય તો તેનું પ્રમાણપત્ર
  • જે ખેડૂતભાઈઓ આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
  • જો કોઈ ખેડૂત સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
  • ખેડૂતનો મોબાઈલ નંબર
  • ખેડૂતના બેંક ખાતાની પાસ બુકના પહેલા પેજની ઝેરોક્ષ.
  • જો કોઈ ખેડૂતની જમીન સંયુક્ત ખાતેદાર હોય તો તે ખાતેદારના સંમતીપત્રક.

Solar Light Trap Yojana 2022 Online Registration Process

પોટેટો ડિગર યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે https://ikhedut.gujarat.gov.in/ તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
I Khedut Portal Official Site
I Khedut Portal Official Site
  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
I Khedut Portal Official Site
I Khedut Portal Official Site
  • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં (22) ક્રમે “પોટેટો ડિગર યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

FAQ`s Of Potato Digger Machine Yojana

1) પોટેટો ડીગર મશીનનો ઉપયોગ શું છે?

>> પોટેટો ડીગર મશીનનો ઉપયોગ જમીનમાંથી બટાટાને સરળતાથી બહાર કાઢી શકાય છે.

2) પોટેટો ડીગર મશીન યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર રહશે?

>> પોટેટો ડીગર મશીન યોજનાનો લાભ તમામ જ્ઞાતિના ખેડૂતોને મળવા પાત્ર રહશે.

3) Potato Digger Machine માં કેટલા રૂપિયા સુધીનો લાભ મળવા પાત્ર રહશે.

>> આ યોજના દ્વારા અલગ-અલગ જ્ઞાતિવાર
લાભ આપવામાં આવે છે. દા.ત- ટ્રેકટર (35 HP થી વધ થી ચાલતા
પોટેટો ડીગર મશીન માટે કુલ ખર્ચના 50 % અથવા  રૂપિયા 40,000/-
હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે.

4) પોટેટો ડીગર મશીન યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ કેટલી છે?

>> પોટેટો ડીગર મશીન યોજના અરજી કરવાની છેલ્લી તારીખ:- 21/03/2022 છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply