You are currently viewing લોન લઈને ફ્લેટ ખરીદવો યોગ્ય છે કે ભાડે રહેવું? હકીકત જાણીને તમને લાગશે ઝટકો

લોન લઈને ફ્લેટ ખરીદવો યોગ્ય છે કે ભાડે રહેવું? હકીકત જાણીને તમને લાગશે ઝટકો

આજના સમયમાં દરેક લોકોનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય. પરંતુ આજના આવા મોંઘવારીના જમાનામાં પોતાનું ઘર ખરીદવું અને એ પણ મેટ્રો સિટીમાં ખુબજ કઠિન બનતું જાય છે. અમદાવાદ જેવા હોટ રિયલ એસ્ટેટ સ્પોટમાં, 2 BHK ઘર ખરીદવું એ હવે ખુબજ કઠિન બનતું જઈ રહ્યું છે. જો તમારે આવા મોટા સિટીમાં એક ફ્લેટ ખરીદવો હોય તો તમારે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા આપવા પડે છે. નિષ્ણતોનું કહેવું છે કે જો તમે આવા મોટા મેટ્રો સિટીમાં ઘર ખરીદો છો એના કરતા ભાડે રહો તો તમને વધુ ફાયદો થશે.





અહીં તેઓએ કહ્યું કે મધ્યમ વર્ગના લોકો લોન લઈને અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં પોતાનું ઘર ખરીદે તો સૌપ્રથમ તો તેઓને ડાઉન પેમેન્ટ ના 10 લાખ ચૂકવવા પડે છે ત્યાર બાદ તેઓ તે ઘરનું ફર્નિચર કરાવે છે તો તેમાં પણ 1 થી 2 લાખ જેવા પૈસા લાગે છે અને ત્યારબાદ તેઓ સ્ટેમ્પ ડ્યુટી, બ્રોકરેજ ચાર્જ અને રજિસ્ટ્રી કરાવવાના 1 થી 2 લાખ આપવાના રહે છે એટલેકે અંદાજિત 5 લાખ રૂપિયા આ બધું કામ કરાવવામાં જોઈએ.




આ બધું કરવામાં તમારે 15 લાખ જેવું રોકાણ કરવું પડે અને ત્યારબાદ 40 લાખ રૂપિયાની Loan લો છો એના પર 9% વ્યાજ લેખે 20 વર્ષ માટે તમારે દર મહિને 35,989 રૂપિયા ચૂકવવા પડે. આમ તમે 20 વર્ષમાં તમારી રકમ 46,37,369 રૂપિયા સુધી પોહચી જશે.

હવે જો તમે આટલાંજ પૈસા કોઈ સારી એવી SIP માં રોકાણ કરો છો એટલે કે 20 વર્ષ માટે દર મહિને 35,989 તો તમારું કુલ રોકાણ રૂ. 86,37,360 થશે આ રકમ પર તમને 12% વ્યાજ મળે તો તમારી આ રકમ 20 વર્ષમાં 3,59,58,334 રૂપિયા થઈ જશે.

અને જો તમે ઘર ખરીદો છો તો તેની 20 વર્ષ પછી 1 થી 2 કરોડ વચ્ચેજ કિંમત થશે કારણ કે આ જુના ઘરની કિંમત નવા ઘર કરતા ઓચીજ રહેવાની છે એટલે નિષ્ણતોનું કહેવું છે કે તમારે ઘર ખરીદવાને બદલે ભાડે રહેવું વધુ યોગ્ય છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply