Mango On EMI : ઉનાળો આવે એટલે નાના થી લઈને મોટા સુધી બધાજ ફળો ના રાજા કહેવાતા કેરીની ખુબજ આતુરતા થી રાહ જોઈ રહ્યા હોય છે, પરંતુ અત્યારના આ મોંઘવારીના જમાના માં દિવસેને દિવસે બધીજ વસ્તુઓના ભાવ આસમાને પોહચી ગયા છે ત્યારે સામાન્ય વર્ગ માટે કેરી નો સ્વાદ માણવો એ પણ એક અઘરી વાત થઇ ગઈ છે. પરંતુ હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે પુણે માં એક દુકાન દારે લોન ઉપર કેરી વેચવાનું શરુ કર્યું છે.
પુણે ના વેપારી ગૌરવ સનસ દ્વારા પોતાની દુકાન પર વેચવામાં આવતી હાફુસ સહિતની બીજી અનેક કેરીઓ કુદરતી રીતે પકવવામાં આવે છે, આને પકવવા માટે કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો. રત્નાગીરીની વિશ્વ પ્રસિદ્ધ હાફુસ કેરીના એક ડઝનનો ભાવ સામાન્ય રીતે 600 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધીનો હોય છે. જે સામાન્ય લોકોને અમુક અંશે પરવળે તેમ ન હોવાથી આ દુકાન દારે તેને લોન પર આપવાનું શરુ કર્યું છે.
ચોક્કસ પદ્ધતિ અને શરતોને અનુસરીને EMI પર કેરીને વેચવામાં આવે છે. POS મશીન ની મદદ થી કેરીના બિલને EMIમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જે પણ ગ્રાહકને EMIની સુવિધાનો લાભ મેળવવો છે તેઓને ઓછામાં ઓછા 5 હજાર રૂપિયા સુધીની કેરી ખરીદવી ફરજીયાત છે. આ EMI ની સુવિધા માટે ગ્રાહકે ક્રેડિટ કાર્ડ અથવા પે ટીએમ દ્વારા 18 મહિના સુધીની લોન કરી દેવામાં આવશે. આ પ્રકારની સુવિધા આપવાથી લોકોનો પણ સારો એવો પ્રતિ સાદ મળી રહ્યો છે.
આ સુવિધા થી લોકો પણ ખુબજ ઓછા નહિવત પૈસા આપી ને સરળ હપ્તા પર કેરીનો સ્વાદ માણી શકે છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.