Rain Forecast In Gujarat : હાલ માં થોડાજ સમય પહેલા હવામાન વિભાગ દ્વારા 13-14 તારીખે માવઠા ના વરસાદ ની આગાહી કરવામાં આવી હતી. જે આગાહી આજે સાચી સાબિત થઇ રહી છે. આજે ગુજરાત ના અનેક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પણ આવી શકે છે.
ગુજરાત ના ક્યાં જિલ્લાઓમાં વરસાદ પડશે
છેલ્લા એક બે અઠવાડિયામા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમા કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂતોના ઉભા પાકને પણ ખુબજ મોટુ નૂકશાન થયું છે. બીજી બાજુ આકરી ગરમીની શરૂઆત પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ ગઈ છે.
આ તરફ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યના હવામાનમાં પણ પલટો આવી શકે છે. આના લીધે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે અને મહત્તમ તાપમાનનો આંકડો પણ 38 સુધી પોહચી ગયો છે જે આગામી દિવસોમાં 2-3 ડિગ્રી વધી જશે.
આ તરફ 13 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ વિસ્તારો માં વરસાદ પડશે. જયારે 14 માર્ચના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છ ના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે લોનની જરૂર હોઈ અને બેન્કોના ધક્કા ન ખાવા હોઈ તો Paytm આપી રહી છે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.