ગુજરાતમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. ખેડાના માતર, રાજકોટના લોધીકામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વડોદરાના ડેસરમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ, રાજ્યના 12 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાથે જ રાજ્યના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 44 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો.
સોમવારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 27મીએ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.
આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, દમણ દાદરા નગરહવેલીમાં વરસાદની આગાહી છે. સાથે જ આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. અહીં દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સમયે વરસાદનું આગમન થતાં ગીરના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
આવીજ નવી નવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.