You are currently viewing રાજકોટ ના આ ગામમાં આભ ફાટ્યું, અનેક લોકો ના ઘર પાણીમાં ગરકાવ, ધાબા પર ચઢેલા 25 લોકોને બચાવાયા જુઓ અહીં ક્લિક કરીને

રાજકોટ ના આ ગામમાં આભ ફાટ્યું, અનેક લોકો ના ઘર પાણીમાં ગરકાવ, ધાબા પર ચઢેલા 25 લોકોને બચાવાયા જુઓ અહીં ક્લિક કરીને

Rajkot Rescue Operation:- જિલ્લામાં શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે કેટલાક ભાગોમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૌરાષ્ટ્રમાં શનિવારે ખાબકેલા ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, આવામાં રાજકોટના કોટડા સાંગાણીના કરમણ પીપળીયા ગામમાં 25 લોકો ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમ પહોંચી હતી. ટીમે તાત્કાલિક મહત્વના પગલાં ભરીને પાણીની વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.




ગોંડલ પાસેના કોટડા સાંગાણી તાલુકાના કરમણ પીપળીયા ગામમાં 25 લોકો ફસાયા હતા. આ વાતની સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી, જે બાદ ગોંડલ પ્રાંત અધિકારી અને NDRFની ટીમ કરમણ પીપળીયા ગામે દોડી ગઈ હતી. પાણીમાં ફસાયેલા લોકોનું ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.  ભારે વરસાદના કારણે કોટડા સાંગાણી તાલુકાના પીપળીયા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જે બાદ નીચાણવાળા વિસ્તારોમાં નદી બે કાંઠે થઈ હતી.

 




કરમાળ પીપળીયા ગામમાં નદી બે કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ગામના સીમ વિસ્તારમાં આવેલા મકાનોમાં 25 લોકો ફસાયા હતા. પાણીનું વધતું સ્તર જોઈને તમામ લોકો મકાનની છત પર ચડી ગયા હતા. આ અંગે તંત્રને જાણ કરી હતી. જે બાદ NDRFની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. દોરડા અને માનવ સાકળ રચીને કરમણ પીપડીયા ગામમાં ફસાયેલા લોકોને બચાવાયા હતા.

ગામમાંથી નાના બાળક સહિતના તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પોતાનો જીવ બચી જતા ગામવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પોતાનો જીવ બચી જતા લોકોએ તંત્રનો તથા રેસ્ક્યૂ ટીમનો આભાર માન્યો હતો. તમામ લોકો જાનહાની વગર સુરક્ષિત રીતે બહાર આવતા ગામના સરપંચ અને તંત્રએ પણ રાહત અનુભવી હતી.




આજની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજના દિવસ પછી ગુજરાતમાં વરસાદના જોરમાં મોટો ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પૂર્વ-પશ્ચિમ ટ્રોફ ગુજરાત પરથી પસાર થઈ ગયા બાદ વરસાદના જોરમાં ઘટાડો થશે, પરંતુ આગમી સમયમાં વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply