2000 Rupees Note:- ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. મહિનાની પહેલી જ તારીખે બે હજાર રૂપિયાની નોટને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક મોટું અપડેટ આપ્યું છે. રિઝર્વ બેંકે અગાઉ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. આજે તેની સ્થિતિ RBI દ્વારા જણાવવામાં આવી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મંગળવારે કહ્યું કે 31 જુલાઈ સુધી 2,000 રૂપિયાની ચલણી નોટોમાંથી લગભગ 88 ટકા બેંકોને પરત કરવામાં આવી છે. એક નિવેદનમાં, રિઝર્વ બેંકે કહ્યું કે બેંકો પાસેથી મળેલી માહિતી સૂચવે છે કે 31 જુલાઈ સુધી 3.14 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.
31 જુલાઈ સુધી 3.14 લાખ કરોડની 2000ની નોટો પાછી આવી
RBIએ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ માટે ગ્રાહકોને 30 સપ્ટેમ્બર સુધી આ નોટો બેંકોમાં જમા કરાવવા અથવા બદલવાની સુવિધા આપવામાં આવી છે. આ ક્રમમાં 31 જુલાઈ સુધી 3.14 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો બેંકોમાં પાછી આવી છે. હવે 42,000 કરોડ રૂપિયાની માત્ર 2,000 રૂપિયાની નોટો જ ચલણમાં છે. જ્યારે આરબીઆઈએ આ નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી ત્યારે 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.
RBIની ફરી અપીલ- સપ્ટેમ્બર સુધીમાં બેન્કોમાં જઈને બદલાવી દેજો નોટો
RBIએ લોકોને વિનંતી કરી છે કે તેઓ સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જઈને તેમની પાસે રહેલી રૂ. 2,000ની નોટો જમા કરાવે જેથી કરીને પાછળથી તેમને કોઈ તકલીફ ન પડે. નહીતો મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
આ પણ જુઓ:- 5 લાખ સુધીની લોન મેળવો ઘરે બેઠા જુઓ કઈ રીતે કરવી એપ્લાય અહીં ક્લિક કરીને
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.