Upcoming IPO: શેર માર્કેટમાં રોકાણ કરનારાઓ માટે આવ્યા મોટા સમાચાર. ટીપીજી કેપિટલ(TPG Capital) હેઠળ આવતી કેબલ બનાવનાર કમ્પની આર આર કાબેલ (RR Kabel) દ્વારા ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ફંડ એકઠું કરવા માટે થઈને સેબી આગળ પ્રાથમિક ડોક્યુમેન્ટ મુખ્ય છે. ડોક્યુમેન્ટ અનુસાર (DRHP) IPO 225 કરોડ રૂપિયા સુધીના નવા શેર બહાર પડશે.
આની સાથે સાથે જ કમ્પની ઓનર અને બીજા શેરધારકો 1.72 કરોડ કરતા પણ વધુના ઈક્વિટી શેરનુ OFS પ્રસ્તાવ મુકશે. આ OFS માં જે લોકો શેર વેચવાના છે તેમાં મહેન્દ્ર કુમાર રામેશ્વરલાલ કાબરા, હેમંત મહેન્દ્રકુમાર કાબરા, સુમીત મહેન્દ્રકુમાર કાબરા, કાબેલ બિલ્ડકોન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ અને રામ રતન વાયર્સ લિમિટેડ નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ એવી ટીપીજી કેપિટલ પણ ઓએફએસ હેઠળ RR Cableમાં પોતાની અમુક ટકા ભાગીદારી વેચી શકે છે. અહીં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આર આર કાબેલમાં ટીપીજી કેપિટલ કંપનીની 21 ટકા જેટલી ભાગીદારી છે. આ IPO થી મળેલ ફંડ 170 કરોડ રૂપિયાનો ઉપયોગ બેંકો અને નાણાકીય અન્ય સંસ્થાનાના કરજને ચૂકાવવામાં કરશે.
RR GLoble ગ્રુપની શાખ RR Cable એ નાણાકીય વર્ષ 2021 થી લઈને 2022 સુધીમાં 214 કરોડ રૂપિયાના ચોખ્ખો નફો મેળવ્યો હતો અને 4,386 કરોડ રૂપિયાની કમાણી કરી. ગયા નાણાકીય વર્ષ 2022 થી લઈને 2023 ના પહેલા ત્રણ મહિનામાં કંપનીએ 125 કરોડ રૂપિયા સુધીની ચોખ્ખી કમાણી કરી હતી. અને 4,083 કરોડ રૂપિયાની કમાણી કરી.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.