Ruby Roman Grapes: આપણે ઘણીવાર મોંઘા ઘર, કાર, હીરા અને જ્વેલરી વિષે તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે લોકોએ ક્યારેય સપના માં પણ વિચાર્યું હતું કે 25000 ની એક દ્રાક્ષ પણ હોય શકે. તમને અમે અહીં જણાવી દઈએ કે આ કોઈ ખોટી વાત નથી (અમે અહીં ફાંકા નથી મારી રહ્યા) ખરે ખર આવી પણ એક દ્રાક્ષની જાત છે જેની એક દ્રાક્ષની કિંમત 25000 રૂપિયા છે.
આ દ્રાક્ષ નું નામ છે રૂબી રોમન અને આ જાપાન ના ઈશીકાવા પ્રીફેક્ચરમાં જ ઉગાડવામાં આવે છે. આ દ્રાક્ષની જાત એટલી દુર્લભ છે જેથી તે વિશ્વની સૌથી મોંઘી દ્રાક્ષો માંથી એક છે. આ દ્રાક્ષની ખસિયતોની વાત કરીએ તો આમ એસિડનું પ્રમાણ બીજી દ્રાક્ષની જાતો કરતા ઓછું હોય છે અને મીઠાશનું પ્રમાણ ખુબજ વધારે હોય છે આ સિવાય દરેક દ્રાક્ષનું વજન 20 ગ્રામ હોય છે.
આ દ્રાક્ષની સૌથી ખાસ વાત એ છે કે આ ને મેળવવા માટે તમારે 14 વર્ષની તપસ્યા કરવી પડે (એટલે રાહ જોવી પડે) છે. જાપાની ખેડૂત સુતોમુ ટેકમોરી (આ ભાઈનું તો નામજ કાફી છે ખાલી ) એ 2008 માં ઉત્પાદિત આ દ્રાક્ષની પ્રથમ હરાજી કરી હતી જેમાં તેઓને 75 હાજર રૂપિયા મળ્યા હતા. (આ ભાઈએ તો માર્કેટ માં બૂમ પડાવી દીધી) (આ તો તેઓએ ઘર પુરતીજ વાવેતર કર્યુંતું બાકી જો વધારે વાવેતર કર્યું હોટ તો તો ડગરા કાઢી નાખ્યા હોત)
પછી તેઓને વિચાર આવ્યો કે મારુ બેટુ હવે તો આ મોટે પાયે દ્રાક્ષનું વાવેતર કરવું પડશે તોજ બે પાંદડે થાસૂ નકાર મેળ નઈ પડે અને પછી તો શું તેઓએ તો મૉટે પાયે ઠોકિ દીધું અને 2019 માં ફરી હરાજી કરી તો ત્યારે એક દ્રાક્ષના ગુચ્છાના ભાવ તેઓને 8 લાખ 90 રૂપિયા મળ્યા એટલે ગણતરી કરતા તેઓને એક દ્રાક્ષ નો દાણો 25000 માં પડ્યો.
આ ભાઈએ તો આ વખતે ડગરા કાઢી નાખ્યા હો બાકી હું તો કવ આપણે પણ ગુજરાત માં આ દ્રાક્ષની ખેતી કરવી જોઈએ તોજ મેળ પડશે બાકી તો મંજીરાજ વગાડવાના રેસે.
જો આ માહિતી તમને પસંદ આવી હોય તો બીજા લોકો સાથે પણ શેર કરવાનું ભૂલતા નઈ હો ભાઈ…..
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.