You are currently viewing આજે ગુજરાતના આ વિસ્તારોમાં રીતસરનું આભ ફાટ્યું, ચારે તરફ તબાહી જ તબાહી જુઓ અહીં ક્લિક કરીને

આજે ગુજરાતના આ વિસ્તારોમાં રીતસરનું આભ ફાટ્યું, ચારે તરફ તબાહી જ તબાહી જુઓ અહીં ક્લિક કરીને

Gujarat Weather:- આજે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે.ત્યારે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર સાબરકાંઠાના તલોદમાં તથા ઈડર પંથકમાં બપોરે 12થી 2 વચ્ચેના સમયગાળા દરમિયાન 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના ઉત્તર ભાગમાં ભારેથી અતિભારે અને ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ લેટેસ્ટ સેટલાઈટ તસવીરોમાં પણ રાજ્યનો ઉત્તરભાગ વાદળોથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આ સિવાય મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ નોંધાયો છે.




સાબરકાંઠાના ઈડર અને તલોદમાં થયેલા તોફાની વરસાદ પછી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અતિભારે વરસાદના લીધે અહીંયાના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાની ગલીઓમાંથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.




10મી જુલાઈએ બપોરે 12 વાગ્યાથી 2ના ગાળામાં સાબરકાંઠાના તલોદમાં સૌથી વધુ 5.4 ઈંચ વરસાદ થયો છે જ્યારે ઈડરમાં 5.2 ઈંચ વરસાદ થયો છે. આ સિવાય જિલ્લાના પ્રાંતિજ (98mm), હિંમતનગર (68mm), ખેડબ્રહ્મા (43mm), વડાલી (35mm)માં પણ વરસાદ નોંધાયો છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply